09 January 2009

જીતની હાર

અમે તમને હુકમ કરી રહ્યા છીએ એ વાત સાચી છે પણ એનો અર્થ એ નથી કે તમે અમારા ગુલામ છો. ગુલામ તો અમે બની ચૂક્યા છીએ, કારણ કે તમારા ઉપર હુકમ કર્યા વિના ચાલતું નથી અને તમારા સિવાય અમે એકલા રહી શકતા નથી. અમારી આજ્ઞાઓનું પાલન કરીને, તમે અમને આબાદ રીતે પાંજરામાં પૂરી દીધા છે.

ઘણા લોકો તમારી આવી દશા જોઈને દયા ખાય છે, પણ એમને ક્યાંથી ખ્યાલ આવે કે દયા ખાવા જેવી તો સ્થિતિ અમારી છે.

પરાજય પામ્યા છો એવો દેખાવ કરીને તમે અમને જીતી ગયા છો, અને અમે વિજયી છીએ એવો દેખાવ રાખીને, હારી ગયા છીએ.
(પ્રભાતનાં પુષ્પો માંથી સભાર)

1 comment:

  1. વાહ...કેટલો વિચારવા લાયક વિચાર છે...અમે જીતીને પણ હારેલા છીયે અને તમે હારીને પણ જીતેલા છો...

    આપ વજુ કોટકનાં ફેન છો?આ "પ્રભાતનાં પુષ્પો" એ એમની કોઈ નવલકથા છે?મેં વજુ કોટકની "ડો.રોશનલાલ" વાંચેલી છે...પણ એ વાંચ્યા પછી હું વજુ કોટકના બદલે હરકિસન મહેતાનો ફેન બની ગયો છું...

    ReplyDelete