23 June 2011

ગીત

મઘમઘતી મંજરીને મહેકાવતી આ ડાળ ઝૂલે સજની,
ક્યાક ટહુકા મધુરા લહેકાવતી આ કોયલ બોલે સજની.

અદકેરુ આયખુ ને વાત નિરાળી,
આ પાનખરના ઉજરડે રાત વિતાવુ,
આ અજવાળાને કાયામાં બાંધી,
એવી મોઘમ વસંતે જાત સતાવું.

લ્યો પળપળને છલકાવતી આ સુવાસ ખૂલે સજની,
મઘમઘતી મંજરીને મહેકાવતી આ ડાળ ઝૂલે સજની,

કોરુ મન બુંદ બુંદથી જાય પલળી,
એવા અનુભવે સ્પર્શી જાત વિતાવું.
આંખોમાં બાંધુ માયાને ઉજળી,
સતત વહેતા પ્રવાહે જાત વિતાવું.

આ ભીંની યાદોને દોહરવતી આ સુવાસ ખૂલે સજની,
મઘમઘતી મંજરીને મહેકાવતી આ ડાળ ઝૂલે સજની,

-કાંતિ વાછાણી
૨૧-૦૬-૨૦૧૧