31 July 2010

ગીત

આજ ઉજળા આભમાં ચમક્યો તેજ તણો પ્રકાશ,
વાલે રચયો શરદ તણો રાસ,
સખી, સૈયર ને સાથ, થાશે ઉમંગને ઉલ્લાસ......વાલે.

વન વગડા ને સીમ લહેરાય,
પાક તણા કણશલા હરખાય,
વ્રજ વનિતાનાં પગરવનો, હશે આછેરો ઉજાસ.... વાલે.

નાર નવેલી શરમથી ભરેલી,
હૈયે થઈ છે જાણે આનંદ ઘેલી.
જાણે તન-મનમાં મહોરે છે, કોઈ ઝાઝરનો ઝકાસ....વાલે

-કાંતિ વાછાણી

અનમોલ આજે

લ્યો આજ વાદળ બની ઘનઘોર ગાજે
એથી થયો નિજ ઉરે કલશોર આજે.

લ્યો આજ મોસમ હસી કલશોર ગાજે
જેથી વધ્યો નિજ ઉરે તલસાટ આજે.

લ્યો આજ ભીતર થયો તલસાટ ભારે
ને તોય કાયમ ઉમંગ ભરાય મારે.

લ્યો આજ કાગળ બની ઉમંગ અધુરો
ને તોય માણસ બને ટહુકા મધુરો.

લ્યો આમ એકલ પણે ટહુકા વધારે
એવો છલોછલ કરે પમરાટ ભારે.

લ્યો આમ નાહક થશે પમરાટ આજે
ને શ્યામ સુંદર થયા અનમોલ આજે.

-કાંતિ વાછાણી


વસંતતિલકા છંદ
અક્ષર : ૧૪
બંધારણ : ત, ભ , જ, જ, ગાગા.
સ્વરૂપ : ગાગાલ ગાલલ લગાલ લગાલ ગાગા
યતિ : ૧૮મા અક્ષરે
(આ વૃત અયતિત ગણાય છે.)

30 July 2010

કાગળ છે.

એ આંખોમાં મહેકતી ઝાકળ છે
આ શાહી, કલમ ને કાગળ છે.

અરમાન કોઈ ફુટી કોડી નથી,
એ વિચારોની દોડ આગળ છે.

કોઈ ખુણો એવો શોધુ આજ કે
હું મારાંપણાની વાત પોકળ છે.

જીતવામાં હાર માને કે નહિ,
પછી શૂન્યતા માં આગળ છે.

એ પરપોટા ફુટી જાય ક્ષણમાં,
તોય વહાલુ લાગે એ ઝાકળ છે.

આ અક્ષરો વહેરાતા રેતીમાંને
આ શાહી, કલમ ને કાગળ છે.

-કાંતિ વાછાણી
૩૦-૭-૧૦

25 July 2010

મધુરા અજાણે

અધર મધુર પીતા જોઈ સુવાસ જાણે,
ભ્રમર વિવિધ લેતા ચુંબનો એ અજાણે.

પળપળ નિજમાં પામે મધુરા અજાણે,
ક્ષણક્ષણ રજ થી થાશે અધુરા અજાણે.

પ્રબળ મન કહેશે આ પ્રતિક્ષા અજાણે,
કલરવ થઈ ગુંજે છે મસ્તીમાં અજાણે.

ઝરમર વરસે ફોરે ભરેલુ અજાણે.
ચમન ચમન ગાશે કૈ મધુરા અજાણે.

લલલ લલલ ગાગા ગાલ ગાગાલ ગાગા malini chhand

-કાંતિ વાછાણી

22 July 2010

ઓસરે છે

હાથમાં સરકતી વસંતના જામ ઓસરે છે.
એ આંખમાં છલકતી વસુધરા ક્યાં ઓસરે છે.

કાંતિ વાછાણી

વરસાદમાં

ચાલ ભીંજાયે વરસતા વરસાદમાં ભરી બજારે,
આયખુ ભલે કોરુ કટ તોય મલકતા ભરી બજારે.

-કાંતિ વાછાણી

રંગોના ટહુકા

આ આભમાં અટવાય એ મૌન જાણે,
મેઘધનુષી રંગોના ટહુકા કોણે જાણે.

કાંતિ વાછાણી

21 July 2010

સળ ઝાઝા

આ બાવળે બળ ઝાઝા
લો સળવળે કળ ઝાઝા

આ નજરથી ભલે આઘા
તોય ઉકેલે સળ ઝાઝા.

આ સખણા રહે તે સાસુ
ને તોય ગડબળ ઝાઝા.

પાછા શિખામણ આપે તે
આમ તેમ બળબળ ઝાઝા.

-કાંતિ વાછાણી

15 July 2010

માલિની છંદ

માલિની છંદ

નયન વરસતા એવે સમે જોઈ એને,
ખબર તરસતી જાણે મને કોઈ આપે;

સરળ થઈ પડે છે સંદેશો જોઈ એને
અસર ઉઘડતી જાણે હવે કોઈ આપે.

માલિની વર્ણસંખ્યા : ૧૫
બંધારણ : ન, ન , મ, ય, ય.
સ્વરૂપ : લલલ લલલગા ગાગા લગા ગાલ ગાગા
યતિ : ૮મા અક્ષરે


માલિની છંદ

અધર મધુર પીતા જોઈ સુવાસ જાણે,
ભ્રમર વિવિધ લેતા ચુંબનો એ અજાણે.

લલલ લલલ ગાગા ગાલ ગાગાલ ગાગા

-કાંતિ વાછાણી

02 July 2010

लूट न जाय

अदा ये और न दिखा आईना रुठ न जाय,
जैसे की दिल ये शीशा समज टुट न जाय....

आये थे तेरी महेफील में अजनबी बनकर,
सोचा की सितारे बनकर क्यों लूट न जाय....

इन्तजार था तेरे प्यार की तस्वीर बन जाय,
शाम के जाम पीते हम क्यों लूट न जाय....

मंज़िल थी मेरी कोई आखरी मुकाम बनकर,
किनारा बनकर कोई कश्ती क्यों टूट न जाय....

-कांति वाछाणी