27 April 2010

બોજ ક્યા ?

આ હયાતી આપણી ને મોજ ક્યાં ?
આ જનારી યાદમાં એ ખોજ ક્યાં ?

ઝાંઝવામાં વ્હાણનો આધાર લૈ,
જોતરાયો હું અચાનક બોજ ક્યાં ?

કોતરોમાં જેમ ઊછળતો મળુ,
એમ અદકેરુ વિચારુ મોજ ક્યા ?

તરત વાચાઓ વછૂટી કોઈની,
એ સફળતા જોય બોલે રોજ ક્યા ?

આંકશો પરિમાણ અધકચરુ ભલે,
એ જ શબ્દોનો વિષય છે બોજ ક્યા ?

-કાંતિ વાછાણી

ખબર ગઈ

ઉચાળા ભરીને હવે પાનખર ગઈ,
ઋતુને થયેલા દર્દની કસર ગઈ.

વને વન ખુશીઓ મહેકી અબોલી,
અકારણ રજુઆત થૈ તો કદર ગઈ.

અજાણે સજાવટ થઈ આંગણે તો,
ભીતરમાં રચાયેલ કૈ એ નજર ગઈ.

ટકોરા કમાડે અવિરત મળે એ,
કદી આ અચાનક વાતે કદર ગઈ.

પળે પળ ટહુકા ભલે દાનમાં લીધા,
છતાંય એ સમાચારની તો ખબર ગઈ.

-કાંતિ વાછાણી