25 May 2013

anjani chhand


ઝાલરના રણકારા વાગે,
ઓશીકેથી આળસ ભાગે,
આંખોમાં અજવાળા જાગે,
કૈ સપના તૂટે !

ભીતરમાં ભણકારા લાગે,
જોબન છલકી પલકે ભાગે,
ઉઘળી આંખો પ્રભાતે,
કૈ સપના વેંચે. !

કાંતિ વાછાણી      
anjani chhand ૧૩--૧૩