05 January 2009

શબ્દોના ઢાંચા

આમ ઉઘાળી આંખે સપનાને વાચા આપુ,
પછી તારા વિચારોને શબ્દોના ઢાંચા આપુ.

કયાંક તો આપણે મળ્યાનો વિચાર આપુ,
અને આંગળીના ટેરવાનો અણસાર આપુ.

ભલે મનમાં છે, પાનખરનો આકાર આપુ,
આજે તારા કાજે વસંતનો વિસ્તાર આપુ.

2 comments:

  1. વાહ ભાઈ વાહ

    બહુ સરસ કવિતા લખી છે.....


    આપ નો આ પુરુષાથ સફળતા ના બધા શીખર સર કરે તેવી શુભકામના

    ReplyDelete
  2. Saras majani kavita che ho tameto kavi bani gaya ho guruji

    ReplyDelete