મને જોઈ લઉ ત્યાં શરૂ થાય નાટક
પછી હું જીવું એ બની જાય નાટક
આ હૈયું રડે ને હું આંખો હસાવું,
કહો, રોજ કઈ રીતે ભજવાય નાટક.
સતત પાત્ર જેવું જીવી લઉં છું તો પણ,
મને જિંદગીનું ન સમજાય નાટક.
બધાં પ્રેક્ષકો તો ઉઠીને ગયાં છે,
છતાં શ્વાસનું કેમ લંબાય નાટક ?
હું અભિનયમાં જીવન ગુમાવી રહ્યો’તો,
અને કોઈ બોલ્યું ‘આ કહેવાય નાટક.’
આ હૈયું રડે ને હું આંખો હસાવું,
ReplyDeleteકહો, રોજ કઈ રીતે ભજવાય નાટક.
હું અભિનયમાં જીવન ગુમાવી રહ્યો’તો,
અને કોઈ બોલ્યું ‘આ કહેવાય નાટક.’
wahhhhhhhhhhhh gr888
khuub saras vat kahi che aama to aape...
હું અભિનયમાં જીવન ગુમાવી રહ્યો’તો,
ReplyDeleteઅને કોઈ બોલ્યું ‘આ કહેવાય નાટક.
મિત્ર,નાટક માં વિલન ડગલે ને પગલે ભટકાય તેણે શું કરવું?
માર્કંડ દવે.
(મારા વિષે કૈક કહું?)
નામ - માર્કડ દવે
વ્યવસાય-એજ્યુકેશનાલિસ્ટ
શોખ - શબ્દ,સ્વર,સંગીત આરાધના અને તેના ચાહકો ની મિત્રતા.
અલ્પ-જ્ઞાન -હવાઈયન ગિટાર વાદન,લેખન,સ્વરાંકન,સુગમ-ક્લાસિકલ ગાયન
પ્રાપ્યતા-૧૫૦ જેટલાં આલ્બમ,તથા અનેક લાઈવ કાર્યક્રમો.જન્મસ્થળઃદર્ભાવતી(ડભોઈ.જીલ્લોઃવડોદરા.)કર્મભુમિઃઅમદાવાદ.(૪૦ વર્ષ)
અભ્યાસઃબી.એ.ડિ.બી.એમ.
અકરાંતીયો વાંચન શોખ-શબ્દ,સ્વર,સંગીત પાછળ સાવ પાગલવેડા.મિત્રો પણ આવા જ.દગાફટકા ના આઘાત થી હવે તો સાવ પર,ના સુખ,નાદુઃખ.અનંત ભણી જવા ના અંત નો આનંદ.
વધારે તો શુ કહું?
બસ નિષ્કામ ભાવે કામ ને બોલવા દઈએ.
માર્કંડ દવે.
સ્થાન-એમ.કે.રેકોર્ડીગ સ્ટુડિયો,અમદાવાદ,ગુજરાત.
સંમ્પર્ક-mdave42@gmail.com
My blog: markandraydave.blogspot.com
દુરભાષ-૦૭૯-૨૫૮૯૦૭૧૯