29 June 2009

અષાઢી દન

અંગે ઉભરાતી મૌસમનો શોર,
નભને નાકે વાદળ ઘનઘોર,
તમે શમણા સિદ ને મોકલો..
મારે અષાઢી દન વિતિ જાય રે..

આજ આસમાને અંધારાં ભલે,
મનને મહેક ભીંજવતી મલે,
તમે કોરા બદનને કાં ઠેલો..
મારે અષાઢી દન વિતિ જાય રે..

હોય અરમાન અધુરા કોઈ,
આકુળ મનમાં મધુરા જોઈ,
તમે કાં આ પંથને હડસેલો..
મારે અષાઢી દન વિતિ જાય રે..

હૈયે હળવાશ ભરી જાય,
પ્રિતના મોરલા મધુરા ગાય,
આવો ઉજવીએ આનંદ ઓલો,
મારે અષાઢી દન વિતિ જાય રે..

કાંતિ વાછાણી

24 June 2009

વ્રજમાં વાગી

વ્રજમાં વાગી વાલાની વાંસળી રે લોલ..

ઊંઘમાંથી જાગી મારી આંખળી રે લોલ..
સોણલા સપનાને મુકી વાતળી રે લોલ..
વ્રજમાં વાગી વાલાની વાંસળી રે લોલ..

ઊંબરે ઊભીને હુ તો સાંભળી રે લોલ..
કાઈ તન-ભાન ભુલી બાંકળી રે લોલ..
વ્રજમાં વાગી વાલાની વાંસળી રે લોલ..

સૈયર છોડીને થઈ બાવરી રે લોલ..
કોઈ માધવ મલ્યાની સાંકળી રે લોલ..
વ્રજમાં વાગી વાલાની વાંસળી રે લોલ..

કાંતિ વાછાણી

19 June 2009

चले हम

बिखरे रिश्तो की याद लेकर चले हम,
आज खुद पहचान बनकर चले हम.

धुवे की तरह कोहरामें लिपटी यादे थी,
शायद हकीकत सम्भालकर चले हम.

ख्वाबो में ढ़ूँढती कोई अनछुई यादे थी,
जैसे कितबों के पन्ने पलटकर चले हम.

सिले हुए लबो पे अनकही आरजु थी,
फिर मौसम की रुखमे घैरकर चले हम.

सुखे तिनको ने मौसम से मुह मोड दी थी,
जैसे बागबान में फिर से लौटाकर चले हम.

कांति वाछाणी

મઝા

સૌદર્યથી સભર ક્ષણોનો ભાસ મઝાનો,
આગીયાનાં કોઈ તેજનો આભાસ મઝાનો.

મનોરમ રુપની લીલાઓ જોઈ ભુલતો,
કોઈ રંગમંચના તખતાનો ભાસ મઝાનો.

પાને પાને મનની લાગણીઓ કૈં લખતો,
આંગળીનાં ટેરવાને ક્ષણનો ભાસ મઝાનો.

મોસમની યાદને તન-મનથી ભીંજવતો,
અંગઅંગમાં અષાઢની હેલીનો ભાસ મઝાનો.

કયાક તારી યાદમાં ફૂલોના હિંડોળે ઝુલતો,
મઘમઘતા ફૂલોની સુવાસનો ભાસ મઝાનો.

શબ્દોના અનંત સુરને હૈયે કોઈ પ્રગટવતો,
અલબેલાનાં પ્રેમની સુરભીનો ભાસ મઝાનો.

કાંતિ વાછાણી

શબ્દો ખુટ્યા

આંખોમાં અમરત છલક્યુને મારે શબ્દો ખુટ્યા,
ખુદમાં અજવાળુ અટક્યુને આજે શબ્દો ખુટ્યા.

કોઇ આસમાનમાં વીજ ચમકીને અમે ઉમટ્યા,
આછેરા છાંયડામાં તમને જોયાને શબ્દો ખુટ્યા.

આજ હ્ર્દયના ખૂણે મધુર સ્પંદનમાં અમે રણક્યા
કોઈ ભરી મહેફિલમાં તમને જોયાને શબ્દો ખુટ્યા.

જીવનભર તમારી યાદના ફુલોને અમે સજાવ્યાં,
ગુલદસ્તાની સુવાસમાં તમને જોયાને શબ્દો ખુટ્યા.


કાંતિ વાછાણી

16 June 2009

આજકાલ ચોમાસુ

પવનની
પીઠ પર
પરસેવો બેસી
આનંદના
આમંત્રણથી
સંદેશો મોકલે
કે આજકાલ
મારુ ચોમાસુ
આજુબાજુમાં છે.......

કાંતિ વાછાણી

અરમાન

વગડાની કેડીએ કાંઈ કાંટાળા થોર રે..
હું ધૂળીયે મારગ જોઉ આવળ બાવળ રે..

શેઢે બેઠી ટીટોડી ભરબપોરે મૌન ના સેવે રે..
કાંઈ તેં..તેં..કરતા લેલા સમુહગાન ગજાવે રે..

ઊભા ચાસે દોડતી કોઇ તેતરની જોડ રે..
દિશા ના ચારે આરે કોઈ વરણાંગી દોડ રે..

વાયરામાં ઉઠતી વાણી વગડાની જોર રે..
રુદિયામાં એક ડાળ કોયલ બોલે કલશોર રે.

આ વાડને ઝાંખરે ઝાંખરે વાચાઓ વછુટી રે..
ક્યાક મનના મારગમાં અરમાનોની કલીઓ ફૂટી રે..

કાંતિ વાછાણી

10 June 2009

સબંધોનુ નૂર

આંખોમાં નિતરતું તારા સબંધોનું નૂર
કૈ ઝંઝામાં ઝળકતું તારા સબંધોનું નૂર.

દરિયાવ દિલમાં હેતનાં હિલોડા લઈને
મઝધારમાં મહેક્તુ તારા સબંધોનુ નૂર.

અંધારાની આડમાં પ્રકાશ પૂંજ થઈને
જ્યોતમાં ઝળકતું તારા સબંધોનુ નૂર.

કયાંક સ્વપ્ન રચે સઘળા વિચારો ભુલીને
પરસ્પરથી હરખતું તારા સબંધોનુ નૂર.

અંતરની સુવાસે સરળ અને સૌમ્ય 'કાન'
આજ મૈત્રીમાં મહેક્તુ તારા સબંધોનુ નૂર.

કાંતિ વાછાણી

વ્યથા

લીલા પીળા રંગની આછેરી છાપ રે,
કેવી રે પડી મારે પટૉળે ભાત રે...

શબ્દોના તાણા વાણાની અનેરી છાંટ રે,
એવી રે હતી મારે વિયોગની વાત રે....

બેની હું તો જોઉ સાયબાની સોનેરી વાટ રે,
કે'વી રે હતી મારે દિલડાની વાત રે...

મલ્યા અમે સૈયરને સાથ, પાણીડાંને ઘાટ રે,
તારા સંગે ના રે જોઇ અમે અજવાળી રાત રે...

આજ અમે રમ્યાં રંગભર રસીયાને સાથ રે,
કોઈ રે જુવે અમારી અવળી વાત રે...

પહોર ફુટીને પંખી બોલ્યા, અલબેલાને સાથ રે..
સોણલા રે સપનાને, છુટી મનડાની વાત રે..


કાંતિ વાછાણી

06 June 2009

સંતાપમાં

કોરા સંતાપમાં કોઈ નજરોથી ભીંજવી ગયું
અષાઢની હેલીમાં કોઈ તરસતુ મુંઝવી ગયું.

તરબતર છતાં કોઈ દિલને ડહોળી ગયું
આમ ને આમ દિલમાં પ્રેમથી કોઈ વરસી ગયું

તારી યાદની ચાંદનીમાં અજવાળા નિરખું
જેમ વહેમના અહેસાસમાં કોઈ ચમકી ગયું

પ્રતિબીંબના દરવાજે મૌન ટકોરા ઝંખતું
ને આઘાતના પડઘાંમાં કોઈ વિરમી ગયું

કયાંક તારા આગમનના ભણકારાને ડંખતુ
એવી વિરહની લાગણીમાં કોઈ તડપી ગયું

કાંતિ વાછાણી