31 October 2009

વેદનાએ મળે યાદની

તાજગી અંતરે સળવળે યાદની
ઝળકતી વેદનાઓ મળે યાદની.

કોઇ પોકળ હશે આંતરિક ખ્યાલથી,
તોય સંવાદિતા કૈ મળે યાદની.

કોયડા સમજવા છે ભરોસે હવે,
ખીલતી રોશની ઝળહળે યાદની.

મોજથી માણવી છે અમીરી હવે,
ડોલતી કોઇ વાચા મળે યાદની.

ભીંજવી જાય એ આયખુ કોઇથી,
ચાલ ને હોંશ ક્યાંથી મળે યાદની.

પ્રેરણા છો ટહુકે બધે કુંજમાં
સ્મૃતિમાં વેદનાએ મળે યાદની.

-કાંતિ વાછાણી

28 October 2009

શબ્દથી

ઉઘાડી નજાકત શબ્દથી જણાશે,
અને સૌ અનુભવ શબ્દથી જણાશે.

પડેલા અચાનક પ્રહારો થંભી ને,
કયાં એ વિચારો,શબ્દથી જણાશે.

અપેક્ષા અવિરત સંકોરે સમય ને,
લખેલી અનામત શબ્દથી જણાશે.

અંતરમાં ઉજરડાં હજુ એ સમ્યા ને,
ફરી એ અંધારા શબ્દથી જણાશે.

કિનારા બનીને અમારા સગડ ને,
ક્યાં એ વિયોગી શબ્દથી જણાશે.

-કાંતિ વાછાણી
૨૭-૧૦-૦૯

21 October 2009

ઝલક લખી

જરા ઝલક લખી હતી,
જયાં ગઝલ ખરી હતી.

મઝા નજર બની શકે,
કહે કસર કરી હતી.

મસ્તી જડે શરારતે,
હવે ચર્ચા ફરી હતી.

નિરાંત એકદમ મળે,
વળી નજર કરી હતી.

મળે જવાબ તો ફરી,
વિચાર ની જડી હતી..

દંભી થયા જણાય તો,
ક્યાં અસર પડી હતી.


-કાંતિ વાછાણી

15 October 2009

વહેતા એ સપના

આંસુઓની ખારાશમાં વહેતા સપના
મે પણ જોયા દુઃખમાં વહેતા સપના

સુખમાં પહેલા મળે અજાણ થઈને
પછી કૈ સંતાપથી વહેતા સપના

શરૂઆત હશે માન્યુ, કે હકીકત લઈને,
આમ ઝરણાની જેમ વહેતા સપના.

કોઇ રસ્તે મળ્યા જાણે રાહદારી બનીને
લૈ આવે ફરી સુખના વહેતા સપના.

રોમરોમ બદલાશે વિચારોની આપ લે,
લીલાછમ મૃગજળના વહેતા સપના.

કાંતિ વાછાણી અને જિગ્નેશ.
(ઓર્કુટ મિત્ર એમ. કે.ની પ્રેરણાથી)

03 October 2009

પ્રણયનાં પુષ્પો

પ્રણયનાં પુષ્પો
ખીલ્યાં
મન ઉપવનમાં
કાજળ ઘેરા
વિરહથી
ઝાકળ બિંદુઓ
બનીને વેદના ના ટકોરે
ભારેખમ હૈયે હળવાશ ક્યાં શોધું..........?

-કાંતિ વાછાણી
૦૨-૧૦-૦૯

01 October 2009

નવતર શમણુ

સમી સાંજે શમણુ નવતર આવે,
અગોચર આભે અંધારુ રાત ને બોલાવે.
સમી સાંજે શમણુ નવતર આવે...

નિશાચર કાઈ આંખ ખોલી મનથી બોલે,
આ કલશોર કરે પરિંદા અકળ થાય જોને,
વનવગડા ને વાચા ફુટી કોઇ તમરા બોલે,
સમી સાંજે શમણુ નવતર આવે...

આ ચાંદની પીવાને હથેળીમાં ઉમંગ જોને,
તેજ ક્ષણે શરમના શેરડા પ્રતિભાવે બોલે,
પલભરના સચવાય લહેકા હૈયેથી જોને,
સમી સાંજે શમણુ નવતર આવે...

કયાંક અનરાધાર વરસીને કોઇ કોરુ હશે,
સમયથી ભુલાશે એ સંવેદના ફોરી હશે,
કાબા થઈને લુટાય જવું એ અદકેરુ હશે,
સમી સાંજે શમણુ નવતર આવે,

અગોચર આભે અંધારુ રાત ને બોલાવે.
સમી સાંજે શમણુ નવતર આવે...

-કાંતિ વાછાણી
૩૦-૦૯-૦૯