29 May 2009

હીચકી હેતની

સપના રુપે આવી હતી હીચકી હેતની
ગુલાબી હોઠમાં ચમકતી હીચકી હેતની.

શરણાઈઓ વાગી કોઈ ઉમંગ લઇને
અંતરમાં ઉજાસ જોતી હીચકી હેતની.

આંખોનું કાજળ ઓસરતુ જોવા કોઇને
નજરોમાં નકશી જોતી હીચકી હેતની.

વસંતના જામ હાથમાં સરકતા જોઈને
કુષ્ઠ કાયામાં છલકતી હીચકી હેતની.

થયા મનોરથ પૂર્ણ કોઇના તીર્થ તટે
વાસનામાં વળગી'તી હીચકી હેતની.

કાંતિ વાછાણી

1 comment:

  1. શરણાઈઓ વાગી કોઈ ઉમંગ લઇને
    અંતરમાં ઉજાસ જોતી હીચકી હેતની.

    વાહ ! વાહ ! સુંદર રચના !

    કોઈ ઉમંગ લઇને...ક્યો ? અને એક મીઠો ઇશારો...ઉજાસ શબ્દો વડે...! અને છતાં પૂરો ફોડ તો હજુ ક્યાં પડ્યો છે?

    હીચકી અને તે પણ હેતની ક્યાંક આવો તો ઇશારો નથી કરતીને ?

    ઓ પ્રિયતમ ! તું તો અવની પર નભની જેમ છવાયો જ છે નિરંતર !
    આ તો અમે જ ક્યારેક અમાસ તો ક્યારેક પૂનમ બની જઈએ છીએ !

    ReplyDelete