કલમને આંસુમાં બોળીને લખી
કવિતા પ્રિતમાં જબોળીને લખી.
કવિતા પ્રિતમાં જબોળીને લખી.
ખબર હોય અંધારા અણસારની
તેમ રસપ્રદ વાત ઢોળીને લખી.
આસપાસ સગપણ સંકેલાય છે
તેજ સમયે વાત વખોળીને લખી.
પહેલા જેવા અણસાર નથી
ભલે છતાં વેદના ઢંઢોળીને લખી.
લગાતાર ખાલીપામાં ગુંચવે
તેવી જ વ્યથા વખોળીને લખી.
સમી સાંજના શ્ર્વાસ અટવાય છે
એજ દુર્દશાઓ ખોળીને લખી.
કાંતિ વાછાણી
૧૨-૦૫-૦૯
વાહ...ખૂબ સરસ...
ReplyDeleteભાઈ...મારી બ્લોગની છેલ્લી પોસ્ટનાં ફોન્ટ વંચાતાં નથી એવી એક મિત્રની ફરીયાદ છે...તો આપ પ્લીઝ એક નજર નાંખી મને જણાવશો કે ખરેખર એવું છે કે નહીં?
http://maarikalpanaa.blogspot.com/
bahu sarash
ReplyDelete