30 May 2009

મૌલિકતા

મૌલિકતા નિખરતી
શબ્દોનાં સ્વાંગ
લઈને...

કાગળને પાને
શબ્દોની
ક્યારીમાં
મોગરાની મહેક
તો કયાંક
ગરમાળો ગૂંથતાં
ઉપવન ને
એજ.......

શબ્દોના મેઘધનુષ
જોઇને મનનાં
મોરલા ગહેકતાં
એજ .....

કાંતિ વાછાણી

29 May 2009

હીચકી હેતની

સપના રુપે આવી હતી હીચકી હેતની
ગુલાબી હોઠમાં ચમકતી હીચકી હેતની.

શરણાઈઓ વાગી કોઈ ઉમંગ લઇને
અંતરમાં ઉજાસ જોતી હીચકી હેતની.

આંખોનું કાજળ ઓસરતુ જોવા કોઇને
નજરોમાં નકશી જોતી હીચકી હેતની.

વસંતના જામ હાથમાં સરકતા જોઈને
કુષ્ઠ કાયામાં છલકતી હીચકી હેતની.

થયા મનોરથ પૂર્ણ કોઇના તીર્થ તટે
વાસનામાં વળગી'તી હીચકી હેતની.

કાંતિ વાછાણી

समज

कही आसमान से गिरा समझ कर
आज नफरत से छुआ समझ कर.

अपनी गलतियां समजने मैं चला था
वफा से अपना मुह मोडा समझ कर.

तितलीयों के पंख से संदेशा जोडा था
बंसत की गुलबानी छोडा समज कर.

किताब के पनो से शिकायत लाया था
पेडों की रुहाई का संदेशा समज कर.

परीदों के शहर में कोई अकेला था
जैसे की लडकपन लौटा समज कर .

कांति वाछाणी

24 May 2009

બદલતી આજ

સબંધોના પિંજરામાં પાંખો રુંધાતી આજ
ઉડવાને આભમાં પાંપણો ભીંજાતી આજ.

કોઈ મૌન લઈને તરસતુ પાનખરને
કયાંક શૈશવની યાદો સંકોરતી આજ.

નેણે અજંપાનુ જાગરણ કેમ ઓળખાય
મનડે ગૂંથ્યા કાંઇ શબ્દો વિચારતી આજ.

વગડાઓ ના સાદમાં કોયલ ઓળખાય
જાણે ભર બપ્પોરે સરહદો ટહુકતી આજ.

અંધકારની ભીંતોમાં કોઇ સ્મરણો ઝંખે
પરસ્પરની લાગણી કેમ બદલતી આજ.

કાંતિ વાછાણી

23 May 2009

ડાયરીને પાને...

એક ડાયરીને પાને..
ટસયુ ફૂટી નિકળ્યુ
કોઇની ઉષ્માનું
અચાનક
આંખે ઝળકતુ મોતી
સરી પડ્યુ

એક ડાયરીને પાને..
ગુલાબ આજ ફરી
ખીલતુ જોયુ
ઝાકળ બનીને
ખરી પડ્યુ

એક ડાયરીને પાને..
કોઇ વાયદાઓ
બનીને
એક સપનુ
વણઉકેલ રહિ ગયુ

એક ડાયરીને પાને...

કાંતિ વાછાણી

आशा की किरन

एक आशा की किरन लेके आयी थी जिंदगी
रोज सुनहरा सवाल लेके आयी थी जिंदगी.

खुद को बीछडकर पहेली बन कर दौडते थे
जैसे भीडमे अकेलापन लेके आयी थी जिंदगी.

अंधरे तलाश कर झुलफो में चहेरे छुपे थे
जैसे अनकही बातें लेके आयी थी जिंदगी.

कारवां बनकर कोइ आज हमसफर चले थे
जैसे सितारों की भीड लेके आयी थी जिंदगी.

कांति वाछाणी

21 May 2009

तुझे ढ़ूँढा

सितारो की इन महेफिल में तुझे ढ़ूँढा
बहारों की इन परछाई में तुझे ढ़ूँढा.

निगाहों में आबाद निकला था ऐसे कि
अलंकारो की इन फिजाओ में तुझे ढ़ूँढा.

आज भवरों के साथ खेलता था कोइ
जैसे मौसम की इन शरारत में तुझे ढ़ूँढा.

रोशनी की शतरंज में कोई चाल ऐसी
जैसे पायदल की कवायत में तुझे ढ़ूँढा.

गुलशन की बहारो में बीखरी यादों थी
जैसे बसंत की लौटती हवाओ में तुझे ढ़ूँढा.

कांति वाछाणी

18 May 2009

સ્પર્શ

ફૂલોની કળીનો સુંવાળો સ્પર્શ હતો,
કોઈના અહેસાસનો ભીનો સ્પર્શ હતો.

પંખીઓના કલરવની સુરભી ગુંજે
આસ્વાદની અનુભૂતિનો સ્પર્શ હતો.

ટહુકાઓના ગાનથી મધુવન મહેકે
ભાવભીના સંસ્મરણોનો સ્પર્શ હતો.

અજુગતી લાગતી વાતમાં કેફ છે ?
કોકિલ કંઠેથી ગઝલનો સ્પર્શ હતો.

શબ્દોની પ્યાલીમાં સાંજ ઓગળી ગઈ
સાકી ને કયાં શરાબનો સ્પર્શ હતો ?

કાંતિ વાછાણી

તારી યાદ

દિવસો કાંઈ વિત્યા તારી યાદનાં,
ગુલમહોર ખિલ્યા તારી યાદનાં.

દિલમાં કોઇના સંતાપ જાગાવશે
કોમળ કિરણો ફૂટ્યા તારી યાદનાં.

રળીયામણી વાતોના નિઃસાસા લૈ
રોમાંચના સંભારણા તારી યાદનાં.

ચાંદ વાદળોમાં સંતાકુકડી કરે
તેના કોમળ કિરણો તારી યાદનાં.

પાંદડા પવન ફેંકે થઈ વિંઝણો
પંખીઓ ટહુક્યા તારી યાદનાં.

પ્રભાતે મનોહર રંગોળી જોય
ઉષાનાં રંગો જાણે તારી યાદનાં.

કાંતિ વાછાણી

15 May 2009

કવિતાને લખી.


કલમને આંસુમાં બોળીને લખી
કવિતા પ્રિતમાં જબોળીને લખી.

ખબર હોય અંધારા અણસારની
તેમ રસપ્રદ વાત ઢોળીને લખી.

આસપાસ સગપણ સંકેલાય છે
તેજ સમયે વાત વખોળીને લખી.

પહેલા જેવા અણસાર નથી
ભલે છતાં વેદના ઢંઢોળીને લખી.

લગાતાર ખાલીપામાં ગુંચવે
તેવી જ વ્યથા વખોળીને લખી.

સમી સાંજના શ્ર્વાસ અટવાય છે
એજ દુર્દશાઓ ખોળીને લખી.

કાંતિ વાછાણી
૧૨-૦૫-૦૯

11 May 2009

કયાં ઓળખાય છે.

અજ્ઞાનતા આંખોમાં કયાં ઓળખાય છે
આપ મેળે સબંધો કયાં ઓળખાય છે.

આશિકનો રસ્તો અજાણતામાં ફંટાય છે
તેવો કોઇ અણસાર કયાં ઓળખાય છે.

કોલાહલમાં શબ્દોના શોર સંકેલાય છે
મનના મૃગની માયા કયાં ઓળખાય છે.

નિરવ વાયુ લહરીમાં બુલબુલ બોલે છે
સહજ થયેલી વેદના કયાં ઓળખાય છે.

છતાં ભીતરના અંધારા કેવા મુલાયમ છે
તોય આંખોમાં આંસુઓ કયાં ઓળખાય છે.

સમયના વેગમાં રેતી સરકતી જાય છે
અભિલાષાના પડઘાઓ કયાં ઓળખાય છે.

મધુવનની મહેક જાણી છતા અજાણી છે
રુવાડે રુવાડે વસંત કયાં ઓળખાય છે.

કાંતિ વાછાણી

06 May 2009

એક ક્ષણ

કલ્પનાનાં આભમાં ઉમંગ એક સિતારો,
અચાનક ઝળકતો ખરી પડ્યો એક તારો.

નિજાનંદમાં ઈચ્છાઓનો સાગર છલકતો
ભરતી ઓટના સગપણનો એક વરતારો.

ઉંડે ઉંડે વિસ્મયથી ચીરાયેલા અતીતમાં
કેમ લાગણીના બખીયાનો એક વિસ્તારો ?

આ મૌન વચ્ચે શબ્દો ક્યાંક સરી પડે તો
આંખમાં ઓગળી ગયેલી ક્ષણ એક વિચારો.

કોઈ પ્યાસી નજરે જોતુ હૈયાનાં અંધકારમાં
ક્યાં સુધી ઝંખે સ્મરણ પીંછીનો એક ચિતારો.
-કાંતિ વાછાણી

04 May 2009

કોણ શોધતુ ?

વિચારોનાં પડઘામાં એકાંતને કોણ શોધતુ,
મૌન લઈને આવે છે,શબ્દોને કોણ શોધતુ.

ઓરડાને દરવાજે નિખાલસતા સંકોરતી,
રગમાં રહી ગયેલી સ્મૃતિઓને કોણ શોધતુ.

આમ દરિયાના મોજામાં આવેગ છલકતી,
સ્પર્શની સંવેદનામાં વાચાને કોણ શોધતુ.

જતા સમયના ઝોંકામાં જીંદગી અટવાતી,
જીવનમાં ભુલાયેલા શૈશવને કોણ શોધતુ ?

અટકળોના આકાશમાં કૈ રોશની ઝળકતી,
ઝાકળના ટીપામાં સવારને કોણ શોધતુ,

કાંતિ વાછાણી અને જીગ્નેશ

યાદ લખાવજો

તકતીમાં નામ સુવર્ણ અક્ષરે લખાવજો,
આરસમાં હૈયાનાં હેત ઉમંગે લખાવજો.

કયાંક શૈશવ શેરીઓના સાદ લઈ કણસે
પથ્થરોની શબ્દાવલીમાં યાદ લખાવજો.

મુંગી વેદનાઓમાં કેટલીય ઉદારતા લેશે
મનનાં જખમ કોઈ ઘવાયેલા લખાવજો.

સ્વપ્નનાં એ ભગ્ન અવશેષ સોગદ દેશે,
ડાયરીને પાને પાને અનુવાદ લખાવજો.

વાંકીચુકી શેરીઓની સંવાદિતા ઓળખશે
ભુલી ગયાના ગમ દોહરાવતા લખાવજો.

કાંતિ વાછાણી

03 May 2009

સુંવાળા સગપણ

અંતરના સાતેય પડદા ચીરીને ગઈ હતી,
અજબની વિટબંણાઓ ઘેરાઈ ગઈ હતી.

નયનમાં છલકાતી વસુંધરા કેમ ઓસરી,
જાણે વસંતમાં છલકતી જામ ઢોળાઈ હતી.

અંધકારમાં સપનાઓ નિશાસા કેમ ખંખેરે ?
કૈ મૃગજળના મોહની દિશાઓ વેરાઈ હતી.

રોમરોમ આશા હતી અમરવેલ ઉછેરવા,
સુંવાળા સગપણમાં કડવાશ મ્હોરાઈ હતી.

ભીતરમાં શબ્દ છે ઘણા આજ ઉકેલવા મથુ,
મનમાં લાગણી કેમ ઉતરડાઈ ગઈ હતી.

કાંતિ વાછાણી