લાગણીના ઉજરડામાં મૌન મહેકતુ,
સ્પર્શનાં પોલાણમાં ચેતન કૈ કણસતુ,
જાણે નવચેતન નિરખવા મન ભરીને
અડચણમાં શીલવંત શૌર્ય ઝળકતુ.
કાંતિ વાછાણી
20 April 2009
લાડલી
હળવે ડગલે પગ માંડતી
પગલે પગલે કંકુ છાંટતી.
વહાલનો દરિયો જાણે બની
ઉમંગની છોળને ઉલાળતી.
આમ પાંચિકામાં શૈશવ મુકી
જોબન આજ હૈયે ઉછાળતી.
કોમલ ગાલમાં ખંજન ભરી
જાણે હેતના હિલોડા ભરતી.
આંગન ઉભી નાગરવેલ જેવી
નાજુક સપનાઓ નિરખતી.
પાંખો ફુટી જાણે કૈ ઉડવાને
નયનમાં ગગન માપતી.
આજ અંતરના ઉમંગો લઈ
હાથમાં મહેંદી મલકાવતી.
પિયરનું પાનેતર પહેરી
મહિયરના માંડવે મ્હાલતી.
જુઓ ને અમારી લાડલી
આજ સાસરિયે શીધાવતી.
કાંતિ વાછાણી
પગલે પગલે કંકુ છાંટતી.
વહાલનો દરિયો જાણે બની
ઉમંગની છોળને ઉલાળતી.
આમ પાંચિકામાં શૈશવ મુકી
જોબન આજ હૈયે ઉછાળતી.
કોમલ ગાલમાં ખંજન ભરી
જાણે હેતના હિલોડા ભરતી.
આંગન ઉભી નાગરવેલ જેવી
નાજુક સપનાઓ નિરખતી.
પાંખો ફુટી જાણે કૈ ઉડવાને
નયનમાં ગગન માપતી.
આજ અંતરના ઉમંગો લઈ
હાથમાં મહેંદી મલકાવતી.
પિયરનું પાનેતર પહેરી
મહિયરના માંડવે મ્હાલતી.
જુઓ ને અમારી લાડલી
આજ સાસરિયે શીધાવતી.
કાંતિ વાછાણી
હે યુવાન !
તું આમ જીંદગીને બરબાદ ન કર,
તું થઈ નશામાં દ્યુત આમ ન ફર.
છે જીંદગી આ અમુલ્ય,અનમોલ
તુ એને નાદાન નિર્મૂલ્ય ન કર.
ફેશન અને વ્યસનને માણી લેવા,
તું જીદગીની આમ લ્હાણી ન કર.
દરેકના જીવનનુ એક સત્ય છે મરણ,
વ્યસનને તેનુ કારણ બનાવી ન કર.
નથી ફાયદો આવી રીતે મરવામાં,
તું જીવન જીવવામાં એવી ભુલ ન કર.
આ અમુલ્ય જીવન છે ભેટ કુદરતની,
ફેંક વ્યસન,આ જીવનની કદર કર........
કાંતિ વાછાણી અને જીગ્નેશ
14 April 2009
પૂર્વધારણા
પૂર્વધારણાની પંક્તિએ સરળતા લીધી,
અંતરધારાથી આરાધ્યએ ૠજુતા લીધી.
લાગણીના ખડીયામાં શાહી ટપકતી જોઈ,
ભીંજાયેલા કાગળોએ કેવી નાજુકતા લીધી.
સુખની સરવાણીઓમાં અંતઃસ્ફુરણા ફુટી,
ભીની મહેકના કણેકણે મુલાયમતા લીધી.
સમજણના સથવારામાં કંઈ રેખા સીધી,
છતાંય વળાંકે વળાંકે કોરી સહજતા લીધી.
અજવાળાની ઝાંખપમાં તેજ તિમિર લઈ,
મિજાજના મ્હોરાએ ક્યાં નિખાલસતા લીધી.
કાંતિ વાછાણી
અંતરધારાથી આરાધ્યએ ૠજુતા લીધી.
લાગણીના ખડીયામાં શાહી ટપકતી જોઈ,
ભીંજાયેલા કાગળોએ કેવી નાજુકતા લીધી.
સુખની સરવાણીઓમાં અંતઃસ્ફુરણા ફુટી,
ભીની મહેકના કણેકણે મુલાયમતા લીધી.
સમજણના સથવારામાં કંઈ રેખા સીધી,
છતાંય વળાંકે વળાંકે કોરી સહજતા લીધી.
અજવાળાની ઝાંખપમાં તેજ તિમિર લઈ,
મિજાજના મ્હોરાએ ક્યાં નિખાલસતા લીધી.
કાંતિ વાછાણી
13 April 2009
આજ
આનંદની અટારીએ સંકોરુ શમણા આજ,
પાનખર રુવે વસંતની ગુલામીમાં આજ.
ઝાંઝરની છમછમ કયાંક મધુર વાગે,
તસ્વીર છલકતી આછેરી ઝલકમાં આજ.
શકયતાઓ કણસતી કલરવના કંઠે
ટહુકાની શેરીએ કેમ ભુલા પડયાં આજ ?
દર્પણની દિવાલોમાં ડોકાતુ કૈ મૌન બોલે,
અવિરત જોબન મલકતું ઝરણાંમાં આજ.
અણસારા ભીંજવતી યાદો પાંપણે બેસીને,
ભીતર પડછાયા કોરતા સુગંધમાં આજ.
નિરંતર અજવાળા ઉલેચવાની પ્યાસ છે,
ભીનાશ સળવળે કિનારા ઓળંગવા આજ.
કાંતિ વાછાણી
પાનખર રુવે વસંતની ગુલામીમાં આજ.
ઝાંઝરની છમછમ કયાંક મધુર વાગે,
તસ્વીર છલકતી આછેરી ઝલકમાં આજ.
શકયતાઓ કણસતી કલરવના કંઠે
ટહુકાની શેરીએ કેમ ભુલા પડયાં આજ ?
દર્પણની દિવાલોમાં ડોકાતુ કૈ મૌન બોલે,
અવિરત જોબન મલકતું ઝરણાંમાં આજ.
અણસારા ભીંજવતી યાદો પાંપણે બેસીને,
ભીતર પડછાયા કોરતા સુગંધમાં આજ.
નિરંતર અજવાળા ઉલેચવાની પ્યાસ છે,
ભીનાશ સળવળે કિનારા ઓળંગવા આજ.
કાંતિ વાછાણી
08 April 2009
કેમ તને ગોતુ
હવે સરગમનાં સૂરમાં કેમ તને ગોતુ,
ભરી મહેફિલનાં લયમાં કેમ તને ગોતુ,
દિવસ રાતનાં ચક્કરમાં એકલો જ છું ?
છતાં સાંજે સુરાલયમાં કેમ તને ગોતું.
ચાંદી જેવી ચળકતી લાગણીઓ લઈને,
ખુવાર થયેલા સપનામાં કેમ તને ગોતુ.
યાદના પડઘા કિનારે આવીને અથડાય,
છતાંય કોરા ધાકોર વગડે કેમ તને ગોતુ.
જીવનની ગૂંચ ઉકેલવા ખુદ ઉકેલાયને,
ફરજ થયેલા સંઘર્ષમાં કેમ તને ગોતુ.
કાંતિ વાછાણી
ભરી મહેફિલનાં લયમાં કેમ તને ગોતુ,
દિવસ રાતનાં ચક્કરમાં એકલો જ છું ?
છતાં સાંજે સુરાલયમાં કેમ તને ગોતું.
ચાંદી જેવી ચળકતી લાગણીઓ લઈને,
ખુવાર થયેલા સપનામાં કેમ તને ગોતુ.
યાદના પડઘા કિનારે આવીને અથડાય,
છતાંય કોરા ધાકોર વગડે કેમ તને ગોતુ.
જીવનની ગૂંચ ઉકેલવા ખુદ ઉકેલાયને,
ફરજ થયેલા સંઘર્ષમાં કેમ તને ગોતુ.
કાંતિ વાછાણી
07 April 2009
પડછાયા
ચૈતરના વાયરામાં વિખરાય છે પડછાયા,
આનંદના ઉદ્વેગમાં અટવાય છે પડછાયા.
રાત હતી અજવાળીને શબ્દોના ટહુકા લઈ,
ચળકતી ચાંદનીમાં છેતરાય છે પડછાયા.
આરપાર ચહેરામાં અટકળને જવા દઈ,
પળભર દર્પણમાં કોતરાય છે પડછાયા.
વૈશાખના વાયરામાં અસવાર હતો અગ્નિ,
સરકતા ઝાંઝવામાં વહેરાય છે પડછાયા.
કાંતિ વાછાણી
આનંદના ઉદ્વેગમાં અટવાય છે પડછાયા.
રાત હતી અજવાળીને શબ્દોના ટહુકા લઈ,
ચળકતી ચાંદનીમાં છેતરાય છે પડછાયા.
આરપાર ચહેરામાં અટકળને જવા દઈ,
પળભર દર્પણમાં કોતરાય છે પડછાયા.
વૈશાખના વાયરામાં અસવાર હતો અગ્નિ,
સરકતા ઝાંઝવામાં વહેરાય છે પડછાયા.
કાંતિ વાછાણી
06 April 2009
આભની અટારીએ
આભની અટારીએ અટવાતું મૌન હતું,
રાતની ખામોશીએ ઝળકતું મૌન હતું.
અંધારા પીઇને તગતગતા તારા જોઇ
વ્યાકુળ હૈયામાં કૈ સળગતું મૌન હતું.
અવળા વિચારે સંતાપ સંકોરતા કોઇ
પાછલા પહોરમાં ઝળકતું મૌન હતું.
આ વાતાવરણ ગાતું દિશાઓ સાથે લઇ
વિચારો ઉકેલવા ગુંચવાતું મૌન હતું.
જાગરણ હતુ મહેફિલ ની માઝા જોઇ
નાજુક ક્ષણોને લૈ સળગતું મૌન હતું.
કાંતિ વાછાણી
રાતની ખામોશીએ ઝળકતું મૌન હતું.
અંધારા પીઇને તગતગતા તારા જોઇ
વ્યાકુળ હૈયામાં કૈ સળગતું મૌન હતું.
અવળા વિચારે સંતાપ સંકોરતા કોઇ
પાછલા પહોરમાં ઝળકતું મૌન હતું.
આ વાતાવરણ ગાતું દિશાઓ સાથે લઇ
વિચારો ઉકેલવા ગુંચવાતું મૌન હતું.
જાગરણ હતુ મહેફિલ ની માઝા જોઇ
નાજુક ક્ષણોને લૈ સળગતું મૌન હતું.
કાંતિ વાછાણી
પતંગિયાં
ખરતા રંગો મુકીને ઉડતાં પતંગિયાં,
રંગીન મિજાજમાં ઝળકતાં પતંગિયાં.
જીવનનાં સ્મરણોની રંગીન યાદ આપી,
ઉમંગની રેલ છલકાવતાં પતંગિયાં.
ઝાકળનાં જોમની ખૂશ્બૂ કોઈને આપી,
વહાલપ ની આંખે નિહાળતાં પતંગિયાં.
પુષ્પોની અમીધારાને કોઇ એંધાણ આપી,
આંખે કંઈ ઉલ્લાસ ઉજવતાં પતંગિયાં.
અવ્યક્ત કિરણો ના ઉજાસને પાંખો આપી,
સંધ્યા-ઉષા ના રંગો રેલાવતાં પતંગિયાં.
કાંતિ વાછાણી
રંગીન મિજાજમાં ઝળકતાં પતંગિયાં.
જીવનનાં સ્મરણોની રંગીન યાદ આપી,
ઉમંગની રેલ છલકાવતાં પતંગિયાં.
ઝાકળનાં જોમની ખૂશ્બૂ કોઈને આપી,
વહાલપ ની આંખે નિહાળતાં પતંગિયાં.
પુષ્પોની અમીધારાને કોઇ એંધાણ આપી,
આંખે કંઈ ઉલ્લાસ ઉજવતાં પતંગિયાં.
અવ્યક્ત કિરણો ના ઉજાસને પાંખો આપી,
સંધ્યા-ઉષા ના રંગો રેલાવતાં પતંગિયાં.
કાંતિ વાછાણી
Subscribe to:
Posts (Atom)