06 April 2009

પતંગિયાં


ખરતા રંગો મુકીને ઉડતાં પતંગિયાં,
રંગીન મિજાજમાં ઝળકતાં પતંગિયાં.

જીવનનાં સ્મરણોની રંગીન યાદ આપી,
ઉમંગની રેલ છલકાવતાં પતંગિયાં.

ઝાકળનાં જોમની ખૂશ્બૂ કોઈને આપી,
વહાલપ ની આંખે નિહાળતાં પતંગિયાં.

પુષ્પોની અમીધારાને કોઇ એંધાણ આપી,
આંખે કંઈ ઉલ્લાસ ઉજવતાં પતંગિયાં.

અવ્યક્ત કિરણો ના ઉજાસને પાંખો આપી,
સંધ્યા-ઉષા ના રંગો રેલાવતાં પતંગિયાં.

કાંતિ વાછાણી

No comments:

Post a Comment