13 April 2009

આજ

આનંદની અટારીએ સંકોરુ શમણા આજ,
પાનખર રુવે વસંતની ગુલામીમાં આજ.

ઝાંઝરની છમછમ કયાંક મધુર વાગે,
તસ્વીર છલકતી આછેરી ઝલકમાં આજ.

શકયતાઓ કણસતી કલરવના કંઠે
ટહુકાની શેરીએ કેમ ભુલા પડયાં આજ ?

દર્પણની દિવાલોમાં ડોકાતુ કૈ મૌન બોલે,
અવિરત જોબન મલકતું ઝરણાંમાં આજ.

અણસારા ભીંજવતી યાદો પાંપણે બેસીને,
ભીતર પડછાયા કોરતા સુગંધમાં આજ.

નિરંતર અજવાળા ઉલેચવાની પ્યાસ છે,
ભીનાશ સળવળે કિનારા ઓળંગવા આજ.

કાંતિ વાછાણી

1 comment:

  1. દર્પણની દિવાલોમાં ડોકાતુ કૈ મૌન બોલે,
    અવિરત જોબન મલકતું ઝરણાંમાં આજ.
    વાહ ! અદભુદ !
    પર્વતો ઝરણાંઓ વડે ગીતો ગાય છે. નદીઓ ધોધ વડે ગીતો ગાય છે. તો સમુદ્ર મોજાઓ વડે ગીતો ગાય છે. કોણ કહે છે ફક્ત મનુષ્યો ને જ ગાતાં આવડે છે ?

    ReplyDelete