14 April 2009

પૂર્વધારણા

પૂર્વધારણાની પંક્તિએ સરળતા લીધી,
અંતરધારાથી આરાધ્યએ ૠજુતા લીધી.

લાગણીના ખડીયામાં શાહી ટપકતી જોઈ,
ભીંજાયેલા કાગળોએ કેવી નાજુકતા લીધી.

સુખની સરવાણીઓમાં અંતઃસ્ફુરણા ફુટી,
ભીની મહેકના કણેકણે મુલાયમતા લીધી.

સમજણના સથવારામાં કંઈ રેખા સીધી,
છતાંય વળાંકે વળાંકે કોરી સહજતા લીધી.

અજવાળાની ઝાંખપમાં તેજ તિમિર લઈ,
મિજાજના મ્હોરાએ ક્યાં નિખાલસતા લીધી.

કાંતિ વાછાણી

1 comment:

  1. લાગણીના ખડીયામાં શાહી ટપકતી જોઈ,
    ભીંજાયેલા કાગળોએ કેવી નાજુકતા લીધી.
    ભાઈ વાહ ! અદભુદ !
    નાજુક કાગળોએ કેવી ઋજુતા લીધી !
    ભિંજેલાં શબ્દોએ લાગણીંનીં શાહિ કિધી !
    અભિનંદન !

    ReplyDelete