08 April 2009

કેમ તને ગોતુ

હવે સરગમનાં સૂરમાં કેમ તને ગોતુ,
ભરી મહેફિલનાં લયમાં કેમ તને ગોતુ,

દિવસ રાતનાં ચક્કરમાં એકલો જ છું ?
છતાં સાંજે સુરાલયમાં કેમ તને ગોતું.

ચાંદી જેવી ચળકતી લાગણીઓ લઈને,
ખુવાર થયેલા સપનામાં કેમ તને ગોતુ.

યાદના પડઘા કિનારે આવીને અથડાય,
છતાંય કોરા ધાકોર વગડે કેમ તને ગોતુ.

જીવનની ગૂંચ ઉકેલવા ખુદ ઉકેલાયને,
ફરજ થયેલા સંઘર્ષમાં કેમ તને ગોતુ.

કાંતિ વાછાણી

1 comment:

  1. વાહ બહુ સરસ

    એક વાત પાકી કે હવે ગુજરાતી ભાષા ને એક સારા કવિ ને ગોતવા નહી પડે.

    ReplyDelete