31 March 2009

સહજ

સમજણના દીવા ઓલવીને સહજ થયા,
કયારેય ના બન્યા આપણા તે પરજ થયા.

ભયાનકએ છતાં હતું સૌમ્ય અને સરળ,
માણસ નામે ગુનેગાર થઈ સહજ થયા.

શક્તિને પ્રયોજવા કેવી મૂર્ખતાઓ કરી
સમયોચિત વાતના સમર્થને ફરજ થયા.

નાદાનિયત કરી નિતીનો પાલવ પકડી
તદનુસાર મિત્રો પણ કોઈ ઉપજ થયા.

કાંતિ વાછાણી

2 comments:

  1. જ્યારે બધું જ મારું છે એવી ખબર પડી જાય છે ત્યારે કેવળ પ્રેમતત્વનું જ અસ્તિત્વ રહે છે. જ્યારે બધું જ મારું છે, બધું જ હું છું ; ત્યારે ઓ પ્રિયતમ ! ફરીયાદ કોને અને કેવી ? કોણ મારું ને કોણ તમારું ? અરે! ઝગડવું તો પણ કોનીં સાથે ? બસ , આ બધું મારું જ છે તેવી ખબર પડવાની જરુર છે !

    ભયાનકએ છતાં હતું સૌમ્ય અને સરળ,
    માણસ નામે ગુનેગાર થઈ સહજ થયા.

    અભિનંદન.
    ખુબ ખુબ અભિનંદન...આવા ઊપયોગી બ્લોગ નીં ખરેખર જરુર છે.

    ReplyDelete
  2. nicely expressed inner feelings !!

    ReplyDelete