ભૂતકાળમાં ભટકતી જીંદગી લજાય છે,
વર્તમાનનાં મુલાયમ ઘા કેમ રુઝાય છે ?
કરીને યાદ એ દિવસો મન મુંઝાય છે,
જીવતી લાશ છું છતાં જીવન જીવાય છે.
ખુશીઓ સામે ઉભેલી મીઠું મલકાય છે,
આસુઓ સુકાવીને ઓળખ સમજાય છે.
દર્દ દબાવવાની કોશિષ જ્યારે થાય છે,
ત્યારે વાચા ટપક્તી ગઝલ રચાય છે.
કાંતિ વાછાણી
wow nice
ReplyDeleteદર્દ દબાવવાની કોશિષ જ્યારે થાય છે,
ત્યારે વાચા ટપક્તી ગઝલ રચાય છે.