18 March 2009

સવારી સુર્યની

સુવર્ણની સવારીએ આવે ઠાઠથી,
નેણુનો નજારો કંઈ લાવે ઠાઠથી.

ઉજાસ કરે તેજ કિરણો મનના તું,
ચોગરદમ ભરતી લાવે ઠાઠથી.

ઝાકળે નિતરતા ફુલોની સેજથી,
સુગંધની છોળો તું ઉડાવે ઠાઠથી.

પતંગિયાની પાંખે સંદેશો આપે તું,
નિજ હૈયામાં ઉમંગ જગાડે ઠાઠથી.

તારે ઈશારે પાનખર ને વસંત,
કોરા શબ્દોને તું ભીંજવે ઠાઠથી.

સરકતા પ્રવાહને સાક્ષી ભાવે તુ,
નિહાળતો મુક બની જુએ ઠાઠથી.

કાંતિ વાછાણી

No comments:

Post a Comment