31 March 2009

સહજ

સમજણના દીવા ઓલવીને સહજ થયા,
કયારેય ના બન્યા આપણા તે પરજ થયા.

ભયાનકએ છતાં હતું સૌમ્ય અને સરળ,
માણસ નામે ગુનેગાર થઈ સહજ થયા.

શક્તિને પ્રયોજવા કેવી મૂર્ખતાઓ કરી
સમયોચિત વાતના સમર્થને ફરજ થયા.

નાદાનિયત કરી નિતીનો પાલવ પકડી
તદનુસાર મિત્રો પણ કોઈ ઉપજ થયા.

કાંતિ વાછાણી

પગરવ

પરોઢે પંખીઓ ના કલરવ હતા,
વગડે સમીર ના પગરવ હતા.

મધુકર મહેકતા જાણે ફુલોમાં
થઈને ભૈરવ ના ગુંજારવ હતા,

સંતાઈ વહેતો કાળ અદ્ર્શ્યમાં,
અજવાળે ઉષા ના પગરવ હતા.

સંગાથ છુટયો સૈયરના સાથમાં
છતાં અળગા થતાં પગરવ હતા.

આગમન પીગળે ઝાકળ થઈને
નિશબ્દ લઈ જતાં કલરવ હતા.

કાંતિ વાછાણી

આશા

આશા હતી અમૃતથી ઉછેરવાની,
વિચારો અંધકારમાં ઓગાળવાની.

જાણે ખંડિત સપનાઓ ખંખેરીને
ઈચ્છાઓ ભેગી થૈ મૃગજળ પીવાની.

અનુકંપાઓ ફુટી દિશાઓ લઈને
નાજુક ક્ષણે ટીપે ટીપે તરવાની.

હતુ બપોરે મૌન જાણે શેરીઓને
છલોછલ તરસ હતી દિલાસાની.

કાંતિ વાછાણી

27 March 2009

ભીતર વેદના

ક્ષણો લુંટતા સૂર્ય કિરણો સવારે સવારે,
રગેરગમાં યૌવન હતુ સવારે સવારે.

આંખે છલકતા જામ કાંઈ ઓસરતા નથી,
વિચારોમાં જોમ ઝળકતુ સવારે સવારે.

ભીડમાં અટવાતું મૌન શુન્યતાને સહારે,
હાથમાં મહેંદી ચમકતી સવારે સવારે.

વિસરાય છે માયા મીણ જેવી લાગણીની,
પડછાયો હતો ઉમંગનો સવારે સવારે.

ઉજળી યાદોમાં મઝા હતી ગમ ભુલવાની,
ભીતર વેદના ભીની પણ સવારે સવારે.

કાંતિ વાછાણી

26 March 2009

હતાં ત્યાં ના..........

કલ્પનાને પાંખો ફુટી
ઉડવાને
આભમાં
ક્યાંક
ઉંચે,
ત્યાં
તો
નીચે
થી
વિચારોના
તોફનમાં
ઉમંગ
ઓસરી
ગયો
ક્યાં ?
હતાં
ત્યાં
ના..........

કાંતિ વાછાણી

18 March 2009

ગઝલ

ભૂતકાળમાં ભટકતી જીંદગી લજાય છે,
વર્તમાનનાં મુલાયમ ઘા કેમ રુઝાય છે ?

કરીને યાદ એ દિવસો મન મુંઝાય છે,
જીવતી લાશ છું છતાં જીવન જીવાય છે.

ખુશીઓ સામે ઉભેલી મીઠું મલકાય છે,
આસુઓ સુકાવીને ઓળખ સમજાય છે.

દર્દ દબાવવાની કોશિષ જ્યારે થાય છે,
ત્યારે વાચા ટપક્તી ગઝલ રચાય છે.

કાંતિ વાછાણી

સવારી સુર્યની

સુવર્ણની સવારીએ આવે ઠાઠથી,
નેણુનો નજારો કંઈ લાવે ઠાઠથી.

ઉજાસ કરે તેજ કિરણો મનના તું,
ચોગરદમ ભરતી લાવે ઠાઠથી.

ઝાકળે નિતરતા ફુલોની સેજથી,
સુગંધની છોળો તું ઉડાવે ઠાઠથી.

પતંગિયાની પાંખે સંદેશો આપે તું,
નિજ હૈયામાં ઉમંગ જગાડે ઠાઠથી.

તારે ઈશારે પાનખર ને વસંત,
કોરા શબ્દોને તું ભીંજવે ઠાઠથી.

સરકતા પ્રવાહને સાક્ષી ભાવે તુ,
નિહાળતો મુક બની જુએ ઠાઠથી.

કાંતિ વાછાણી

14 March 2009

હોરી રસીયા

કોરા કોરા હૈયાની જોરી રસીયા...
આજ ખેલુ ઉમંગે, હોરી રસીયા...

ઉડે રંગ ગુલાલ આજ અબીર,
સંગે નિજ ઉમંગે, હોરી રસીયા...

બજે ઝાંઝ નગારા ડફ મૃદંગ,
જમાના તટ ખેલે, હોરી રસીયા...

સોહે કેસર તિલક ભાલે શ્યામ,
લઈને સખા સંગે, હોરી રસીયા...

પિતાંબર પહેરે બની ઠનીને,
છાંટે સુગંધ અંગે, હોરી રસીયા...

કાંતિ વાછાણી

પહેલી વાત

હતો ઉજાગરો ઊંઘ વહેચી ને રાતનો,
જેમ ઉમળકો આવે ઉલેચી ને વાતનો.

સુખ સંભારતા આવે શબ્દોના સાથને,
કાંઇ વણગાયા ગીતની અમથી વાતનો.

આવે વણજાર ભલે વેરાન લૈ કાળને,
હા તોય મરજીવો થયો સહેલી વાતનો.

વેર અંતરમાં ગયું પીગળી પ્રેમ થઇને,
છતાં વિસ્મરણ સદાયે પહેલી વાતનો.

કાંતિ વાછાણી

13 March 2009

પિયા સંગ હોરી

હોરી આયી બન કે રંગવારી,
આજ ખેલુ ના પિયા સંગ હોરી.

ઐસે બૈયાં ને પકરો કનૈયા,
કૈસી બરજોરી, દુગી ગારી...આજ.

મુહ પે મારે પીચકારી કનૈયા,
ભીગેગી મોરી ચુનરીયાં...આજ.

મૈ કૈસે ઘર કો જાવઉ ક્નૈયા,
પઇયાં પડુ છોડો ડગરીયાં...આજ.

કાંતિ વાછાણી

મૌન

આવે હળવુ મોજુ હેતનું લઇને યાદમાં,
આજ અમથા આંખ તડપે ફરિયાદમાં.

વાત કાંઇ સુગંધિત થઇને આપે વાદમાં,
નહીં મળે તાગ આજ દંભના અનુવાદમાં.

હોઠ પડ્યા ભોંઠા થઇને હૈયાના વિષાદમાં,
હવે વાત વાયદે ચડી લઇ ફરી વિવાદમાં.

ઉડે વરાળ થઇ વિચારો કેવા આબાદમાં,
હતુ તળીયે મૌન પરપોટાની ફરીયાદમાં

કાંતિ વાછાણી