18 February 2010

એક અવસરે

અચાનક હવે દાવ માંડે પછી શું ?
વિચારો કનડતા અંધારે પછી શું ?

ભલે આયખુ કોઈ અંબરે ઢંકાશે,
સ્પર્શે આજ કુમાશ ગાલે પછી શું ?

મહેફીલ કોને મળે'છે અનોખી,
હવે ખુદ એવા ભરોસે પછી શું ?

વહેમ નજરે વાત કે'વાય જાણે,
અકળ પ્રેમ નામે લૂંટાશે પછી શું ?

હવે આ અજબ દાવ એળે ગયો એ,
મરહમો વિંધાયેલ જખમે પછી શું ?

શબ્દોથી પિછાણે ભલે કૈ અંદાજે,
ભરમ તુટશે એક અવસરે પછી શું?

-કાંતિ વાછાણી

સ્નેહ નામે કરામત

હશે કોઈ તારી શરારત ફરી એ,
નહી તો મને ભુલે કેમ ફરી એ..?

બટકણા સંબંધો મળે છે અજાણે,
પછી વહે છે એ મૃગજળ ફરી એ.

થશે કૈ અનુભવ કણસતા દર્દમાં
વિવાદો મળે છે અચાનક ફરી એ.

ભલે કોઇ રહસ્યો ઘૂંટાય અભાવે,
વિચારો નકામા મળે છે ફરી એ.

સમીપે ટળવળી પ્રણયને ફસાવે,
હતી સ્નેહ નામે કરામત ફરી એ.

-કાંતિ વાછાણી
28-01-10

28 January 2010

ભીના સપના

ભીના ભીના સપના એ પણ
કોરા રુમાલમાં..
અને ક્યાંક આપણે મલ્યા એનો અણસાર
લઈને આ રાતરાણી મહેકી ઉઠી.....
હજુ એ સ્પંદનો યાદમાં કંડારુ કે
આપે વણકહ્યા વેણનો
આટલો ભાર કેમ સહ્યો....?

-કાંતિ વાછાણી

25 January 2010

વસંત સોહામણી

અરઘે પાનખર બીહામણી,
આવે વગડે લઈ વધામણી,
છે ઋતુ વસંત સોહામણી,
ચાલ કર ઉજાણી.

-કાંતિ વાછાણી

21 January 2010

નજરમાં

સળગતા અંગારા મલ્યા એ નજરમાં,
પછી ચાંદની કેમ વરસે નજરમાં.

પ્રણય પાંગરે એ સંબંધો મળે તો,
પછી ઝાંઝવા કેમ તરસે નજરમાં.

કબૂલ છે સજા કોઈ ગુનાહ લઈને,
પછી ઓચિંતા ઘા મળશે નજરમાં.

નિશાની કયાં છે તરંગી વમળને,
પછી ખેલતા એ સમાવે નજરમાં.

અધૂરી રહેશે ઈચ્છાઓ અજાણી,
પછી સળગતી કૈ વિચારે નજરમાં.

-કાંતિ વાછાણી

ચાલ કોને મળી

પ્રતીક્ષા તમારી હવાને મળી ગઈ,
અને કલમ હૈયે સળગતી બળી ગઈ.

અડીખમ ભરોસે ઉકેલી કડીઓ
અને કૈ મનોમન વ્યથાઓ મળી ગઈ.

સમયથી મળે ચીતરાયેલ જખમો,
અને આ ઈચ્છાઓ વ્યર્થ કૈ બળી ગઈ.

મિલનનાં બહાને વિરહ કોણ શોધે,
અને લાગણીએ વહેતી બળી ગઈ.

પળોથી ભૂલાયેલ આ ક્ષણ અમારી,
અને રાજની ચાલ કોને મળી ગઈ.

-કાંતિ વાછાણી

સંદેશો તમોને.

હવે આ સફળતા તમારી મહોરી,
ઠગારો હશે એ દિલાસો તમોને.

કલમમાં વહેતી અગોચર લહેરો,
હવે કેમ ધોખો અધુરો તમોને.

ચહેરા મળે જેમ ભયભીત થઈને
રહેશે ઉઘાડા ખયાલો તમોને.

ઇશારા થશે કૈ તમારા બનીને,
લહેરો હતી એ વિચારો તમોને.

સ્મૃતિ મળે 'કાન' એ વાતથી,
મહેકી ઉઠે એ સંદેશો તમોને.

-કાંતિ વાછાણી