21 January 2010

નજરમાં

સળગતા અંગારા મલ્યા એ નજરમાં,
પછી ચાંદની કેમ વરસે નજરમાં.

પ્રણય પાંગરે એ સંબંધો મળે તો,
પછી ઝાંઝવા કેમ તરસે નજરમાં.

કબૂલ છે સજા કોઈ ગુનાહ લઈને,
પછી ઓચિંતા ઘા મળશે નજરમાં.

નિશાની કયાં છે તરંગી વમળને,
પછી ખેલતા એ સમાવે નજરમાં.

અધૂરી રહેશે ઈચ્છાઓ અજાણી,
પછી સળગતી કૈ વિચારે નજરમાં.

-કાંતિ વાછાણી

2 comments:

  1. કબૂલ છે સજા કોઈ ગુનાહ લઈને,
    પછી ઓચિંતા ઘા મળશે નજરમાં.
    mast...
    .....................................
    http://zankar09.wordpress.com/
    rankar....http://shil1410.blogspot.com/
    .htm

    ReplyDelete
  2. કબૂલ છે સજા કોઈ ગુનાહ લઈને,
    પછી ઓચિંતા ઘા મળશે નજરમાં...
    humm mane pan aaj line khoob gami...
    humesha ghaa ochinta j malata hoy che.. :(

    ReplyDelete