21 January 2010

ચાલ કોને મળી

પ્રતીક્ષા તમારી હવાને મળી ગઈ,
અને કલમ હૈયે સળગતી બળી ગઈ.

અડીખમ ભરોસે ઉકેલી કડીઓ
અને કૈ મનોમન વ્યથાઓ મળી ગઈ.

સમયથી મળે ચીતરાયેલ જખમો,
અને આ ઈચ્છાઓ વ્યર્થ કૈ બળી ગઈ.

મિલનનાં બહાને વિરહ કોણ શોધે,
અને લાગણીએ વહેતી બળી ગઈ.

પળોથી ભૂલાયેલ આ ક્ષણ અમારી,
અને રાજની ચાલ કોને મળી ગઈ.

-કાંતિ વાછાણી

No comments:

Post a Comment