આંખોમાં છલકાશે આંસુ,
એ કેવા મલકાશે આંસુ.
દિલના દરવાજે દસ્તક દઈ,
પાંપણમાં પલકાશે આંસુ.
શબ્દો મળવા આવે સામે,
ક્યાં વાંકે પકડાશે આંસુ.
પગલાં ભૂસીને તરતાં એ,
નોખાં થૈ બદલાશે આંસુ.
તારી ને મારી વચ્ચે આ,
ડૂમો લૈ વખણાશે આંસુ.
-કાંતિ વાછાણી (૨૪-૦૫-૨૦૧૨)
Very nice poetical...તારી ને મારી વચ્ચે આ,
ReplyDeleteડૂમો લૈ વખણાશે આંસુ
CHATAK FROM CHATAKSKY