લાભ દેખાય છે વાતમા,
એવુ ડોકાય છે જાતમા,
આંખ ખુલી અજાણે પછી,
ક્યાં રહેવાય છે નાતમાં.
વિષય વાસના આખરે,
તોય કે'વાય છે જાતમાં.
આવતી કાલની મોજ લે,
ભાગ્ય છલકાય છે રાતમાં.
ક્યાં જશો ? છળ કરીને હવે,
એમ જીવાય છે ઘાતમાં.
ચાલ એવો વલોપાત દે,
ના સહેવાય છે જ્ઞાતમાં.
કાંતિ વાછાણી ૧૮-૦૫-૨૦૧૨
Awesome Expression Very Good
ReplyDeleteક્યાં જશો ? છળ કરીને હવે,
એમ જીવાય છે ઘાતમાં..
CHATAK FROM CHATAKSKY
સરસ!
ReplyDelete