આ જીર્ણ ભીતોમાં મહેક હતી
એ યાદ તણી કોઈ સુવાસ ને,
અચાનક ઉઘાડી એ લહેક હતી
ક્યાં એ મારૂ શૈશવ રોળાતુ ને.
એજ ફરી આંખોમાં મહેક હતી
એ શાહી, કલમ છે કાગળ ને
આ ફુટી કોડીની એ બહેક હતી
એ જ મારૂ યૌવન ઢોળાતુ ને
એજ અરમાનોની મહેક હતી
એ ઓસરીમાં કંકુ થાપા ને,
કયા એ પગલે પગલે લહેક હતી
ક્યાયે મારૂ ગૃહસ્થાશ્રમ ઘડાતુ ને
એજ વાતે યાદ થઈ મહેક હતી
હવે તો ના એ ફરીયાદ કે યાદ
કોઇ ના આગમન પ્રતીક્ષા હતી
અચાનક આમ જ ક્યા રડાતુ..
-કાંતિ વાછાણી
No comments:
Post a Comment