17 May 2010

અંગત છું

આ માણસ નામે અંગત છું,
એ વિધાનો સાથે સંગત છું.

આ સમજણ ક્યા નામે લીધી,
આવી વાતો થી સંમત છું.

છે મળ્યા હોવાનો દાવો,
કોઈ આશા ની હું મમ્મત છું.

કૈં જ નથી સાબીતી આની
ને એકજ એવી રંગત છું.

વીતેલા એ દર્દ છે કોના
ઘાવ નથી હું તો ગમ્મત છું

છેલ્લે શ્ર્વાસએ અટકી જાશે,
ને એક જ એવી રંગત છું


-કાંતિ વાછાણી

2 comments:

  1. આ માણસ નામે અંગત છું,
    એ વિધાનો સાથે સંગત છું.
    humm.
    છેલ્લા શ્ર્વાસે અટકી જાશે,
    એ ક્યા જાણુ આ રંગત છું
    waah ! sundar...mane aa line khoob gami..! :)

    ReplyDelete
  2. Anonymous9:56 AM

    કાંતિલાલ,
    આપના શબ્દોને સંગત છું,
    આ ગીત સાથે હું સંમત છું.
    http://ghanshyam69.wordpress.com

    ReplyDelete