11 May 2010

ક્યાં મૌન છે

આભમાં અટવાય એ ક્યાં મૌન છે,
આ શક્યતા ખળભળે ક્યાં મૌન છે.

ચોતરફ બદલાય એ રંગો હવે,
સામટું એવુ સળવળે ક્યાં મૌન છે.

બોજથી કેવાય છે જીવન કવન,
ખ્યાલમાં કૈ બળબળે ક્યાં મૌન છે.

જે મળે છે તે ભલે રાજીખુશી,
ને અચાનક વલવલે ક્યાં મૌન છે.

કેટલી ભરપૂર મોસમ જાય છે,
ત્યાં સહજતા ધલવલે ક્યાં મૌન છે.

-કાતિ વાછાણી

No comments:

Post a Comment