10 June 2009

વ્યથા

લીલા પીળા રંગની આછેરી છાપ રે,
કેવી રે પડી મારે પટૉળે ભાત રે...

શબ્દોના તાણા વાણાની અનેરી છાંટ રે,
એવી રે હતી મારે વિયોગની વાત રે....

બેની હું તો જોઉ સાયબાની સોનેરી વાટ રે,
કે'વી રે હતી મારે દિલડાની વાત રે...

મલ્યા અમે સૈયરને સાથ, પાણીડાંને ઘાટ રે,
તારા સંગે ના રે જોઇ અમે અજવાળી રાત રે...

આજ અમે રમ્યાં રંગભર રસીયાને સાથ રે,
કોઈ રે જુવે અમારી અવળી વાત રે...

પહોર ફુટીને પંખી બોલ્યા, અલબેલાને સાથ રે..
સોણલા રે સપનાને, છુટી મનડાની વાત રે..


કાંતિ વાછાણી

3 comments:

  1. maza aavi gayi...............

    ReplyDelete
  2. AATO GUJARATI NU NUR CHE!!!

    ReplyDelete
  3. સાયબાની વાટના તાણા-વાણાવાળી સૈયરના સપનામાં,

    પહોર ફુટીને પંખી બોલ્યા,

    ત્યાં સુધી અલબેલાને સાથ મનડામાં,

    રમ્યાં રંગભર રસીયાને સાથ,

    ની સૈયરના દિલડાની વાત,



    બહુ જ સરસ રીતે રજુઆત થઈ છે.

    અભિનંદન.


    -----વ્રજેશ રેશમવાલા.

    ReplyDelete