19 June 2009

મઝા

સૌદર્યથી સભર ક્ષણોનો ભાસ મઝાનો,
આગીયાનાં કોઈ તેજનો આભાસ મઝાનો.

મનોરમ રુપની લીલાઓ જોઈ ભુલતો,
કોઈ રંગમંચના તખતાનો ભાસ મઝાનો.

પાને પાને મનની લાગણીઓ કૈં લખતો,
આંગળીનાં ટેરવાને ક્ષણનો ભાસ મઝાનો.

મોસમની યાદને તન-મનથી ભીંજવતો,
અંગઅંગમાં અષાઢની હેલીનો ભાસ મઝાનો.

કયાક તારી યાદમાં ફૂલોના હિંડોળે ઝુલતો,
મઘમઘતા ફૂલોની સુવાસનો ભાસ મઝાનો.

શબ્દોના અનંત સુરને હૈયે કોઈ પ્રગટવતો,
અલબેલાનાં પ્રેમની સુરભીનો ભાસ મઝાનો.

કાંતિ વાછાણી

1 comment:

  1. મનોરમ રુપની લીલાઓ જોઈ ભુલતો,
    કોઈ રંગમંચના તખતાનો ભાસ મઝાનો.

    nice jordar keep it

    ReplyDelete