16 June 2009

અરમાન

વગડાની કેડીએ કાંઈ કાંટાળા થોર રે..
હું ધૂળીયે મારગ જોઉ આવળ બાવળ રે..

શેઢે બેઠી ટીટોડી ભરબપોરે મૌન ના સેવે રે..
કાંઈ તેં..તેં..કરતા લેલા સમુહગાન ગજાવે રે..

ઊભા ચાસે દોડતી કોઇ તેતરની જોડ રે..
દિશા ના ચારે આરે કોઈ વરણાંગી દોડ રે..

વાયરામાં ઉઠતી વાણી વગડાની જોર રે..
રુદિયામાં એક ડાળ કોયલ બોલે કલશોર રે.

આ વાડને ઝાંખરે ઝાંખરે વાચાઓ વછુટી રે..
ક્યાક મનના મારગમાં અરમાનોની કલીઓ ફૂટી રે..

કાંતિ વાછાણી

No comments:

Post a Comment