સાંજનો ક્યાં છે નશો આ શબ્દમાં,
કૈ વિચારો આવશે આ શબ્દમાં.
આ તરંગો વિસ્તરે જાણે નવા,
એ છલોછલ ક્યાં લખે આ શબ્દમાં.
આ કલમને ક્યાં મળી છે ચાહતો,
વેઠવા છે દર્દ કૈ આ શબ્દમાં.
લ્યો ઘવાયા મૌનથી તો શુ થયુ,
આખરે વાચા મળી આ શબ્દમાં.
છો લખાશે કોઈ ગઝલો આપણી,
ઓળખાશે કોઈ ને આ શબ્દમાં.
- કાંતિ વાછાણી
25 November 2010
20 November 2010
જાતના સાક્ષી
જાતના સાક્ષી મને એવા મળે,
ભીતરે પડઘા પછી લેવા મળે.
હાથ જાણીતો હશે સહવાસ ને,
આખરે ઘા દુજતા પણ એવા મળે.
સફળતા જોને અકાળે આવતી,
એમ ભાસે છે ગમે તેવા મળે.
ચાંપતી જોને નજર આઘે રહે,
ધોમ ધખતા તાપમાં જેવા મળે.
છે ખુવારીમાં હયાતી આપણી,
ને પછી વાકેફ છે તેવા મળે.
-કાંતિ વાછાણી
ભીતરે પડઘા પછી લેવા મળે.
હાથ જાણીતો હશે સહવાસ ને,
આખરે ઘા દુજતા પણ એવા મળે.
સફળતા જોને અકાળે આવતી,
એમ ભાસે છે ગમે તેવા મળે.
ચાંપતી જોને નજર આઘે રહે,
ધોમ ધખતા તાપમાં જેવા મળે.
છે ખુવારીમાં હયાતી આપણી,
ને પછી વાકેફ છે તેવા મળે.
-કાંતિ વાછાણી
અનુભવું છું
રેતીની ભીનાશમાં
ખોવાયેલી ક્ષણોના સળ ઉકેલવા મથું છું..
ક્યાંક મૌનના ધબકારા
વચ્ચે ગુંગળામણ અનુભવુ છું,...
સમયની ઠોકરોથી
અંજાયને અંધારપટ
ઓળખવા સુરજનો પ્રકાશ આંખોમાં ભરું છું.....
એ ભરતા જ મારી આંખો નીચે
કુંડાળા કરી ગયેલી રંગોળીના
ફિક્કા રંગોમાં ઉદાસી લઈને
મારા ખભે થાક અનુભવું છું.....
-કાંતિ વાછાણી
ખોવાયેલી ક્ષણોના સળ ઉકેલવા મથું છું..
ક્યાંક મૌનના ધબકારા
વચ્ચે ગુંગળામણ અનુભવુ છું,...
સમયની ઠોકરોથી
અંજાયને અંધારપટ
ઓળખવા સુરજનો પ્રકાશ આંખોમાં ભરું છું.....
એ ભરતા જ મારી આંખો નીચે
કુંડાળા કરી ગયેલી રંગોળીના
ફિક્કા રંગોમાં ઉદાસી લઈને
મારા ખભે થાક અનુભવું છું.....
-કાંતિ વાછાણી
દરશન દિયો રી
કાના મોહે દરશન દિયો રી..
ભોર ભયે મોહે નીંદ ન આયો રી..
શ્યામ તોરી સૂરત દિયો રી..
ઠાડે જિયા મોહે તરસ ન આયો રી..
સૂઝત ના કછુ નંદસુત દિયો રી..
બ્રિજ કે છોરે કાહે મોહેની લાયો રી..
મોર મુકુટ શીરધર તું પિયો રી..
એસી બીન બજાવત ન આયો રી...
- કાંતિ વાછાણી
ભોર ભયે મોહે નીંદ ન આયો રી..
શ્યામ તોરી સૂરત દિયો રી..
ઠાડે જિયા મોહે તરસ ન આયો રી..
સૂઝત ના કછુ નંદસુત દિયો રી..
બ્રિજ કે છોરે કાહે મોહેની લાયો રી..
મોર મુકુટ શીરધર તું પિયો રી..
એસી બીન બજાવત ન આયો રી...
- કાંતિ વાછાણી
15 November 2010
મળે એ કાચના
આખરે આ દડમઝલમાં રાચના,
પારખા છે આપણે ક્યાં સાચના.
ખાતરી છે આ લખે એ લાગણી,
તોય સરવાળા મળે કૈ જાંચના.
કેમ જાણીને કહેવુ તરબતર,
હાથ કોરાકટ અજાણે લાંચના.
આ વિચારોના મળે ઝોકા ભલે,
વાતમાં આવે પછી એ યાચના.
કેટલાય એ અવસરો સાચા હશે,
ક્યાંક સંબોધન મળે એ કાચના.
-કાંતિ વાછાણી
પારખા છે આપણે ક્યાં સાચના.
ખાતરી છે આ લખે એ લાગણી,
તોય સરવાળા મળે કૈ જાંચના.
કેમ જાણીને કહેવુ તરબતર,
હાથ કોરાકટ અજાણે લાંચના.
આ વિચારોના મળે ઝોકા ભલે,
વાતમાં આવે પછી એ યાચના.
કેટલાય એ અવસરો સાચા હશે,
ક્યાંક સંબોધન મળે એ કાચના.
-કાંતિ વાછાણી
14 November 2010
કાંઈ મળતુ નથી
સતત બદલાય છે, વિચારો કાંઈ બનતુ નથી.
ખ્યાલોમાં એવું છે, કે અમારે કાઈ ઘટતુ નથી.
આમ જશે લાલાશ કેટલીય તારી હથેલીમાં ને,
ફુલની ફોરમ જાય છે, અજાણે કાંઈ બનતુ નથી.
શમાણાઓ ઓશીકે મુકી ફરો છો આમ એટલે જ તો,
સવારે સંગીત રેલે છે પંખીઓ, કાઈ ઘટતું નથી.
સફર છે કોઈ મંઝીલ મળે એવી પાછી દિશાઓને,
આખરે સમય જાય છે, અવિરત કાંઈ મળતુ નથી.
- કાંતિ વાછાણી
ખ્યાલોમાં એવું છે, કે અમારે કાઈ ઘટતુ નથી.
આમ જશે લાલાશ કેટલીય તારી હથેલીમાં ને,
ફુલની ફોરમ જાય છે, અજાણે કાંઈ બનતુ નથી.
શમાણાઓ ઓશીકે મુકી ફરો છો આમ એટલે જ તો,
સવારે સંગીત રેલે છે પંખીઓ, કાઈ ઘટતું નથી.
સફર છે કોઈ મંઝીલ મળે એવી પાછી દિશાઓને,
આખરે સમય જાય છે, અવિરત કાંઈ મળતુ નથી.
- કાંતિ વાછાણી
Subscribe to:
Posts (Atom)