14 November 2010

કાંઈ મળતુ નથી

સતત બદલાય છે, વિચારો કાંઈ બનતુ નથી.
ખ્યાલોમાં એવું છે, કે અમારે કાઈ ઘટતુ નથી.

આમ જશે લાલાશ કેટલીય તારી હથેલીમાં ને,
ફુલની ફોરમ જાય છે, અજાણે કાંઈ બનતુ નથી.

શમાણાઓ ઓશીકે મુકી ફરો છો આમ એટલે જ તો,
સવારે સંગીત રેલે છે પંખીઓ, કાઈ ઘટતું નથી.

સફર છે કોઈ મંઝીલ મળે એવી પાછી દિશાઓને,
આખરે સમય જાય છે, અવિરત કાંઈ મળતુ નથી.

- કાંતિ વાછાણી

No comments:

Post a Comment