જાતના સાક્ષી મને એવા મળે,
ભીતરે પડઘા પછી લેવા મળે.
હાથ જાણીતો હશે સહવાસ ને,
આખરે ઘા દુજતા પણ એવા મળે.
સફળતા જોને અકાળે આવતી,
એમ ભાસે છે ગમે તેવા મળે.
ચાંપતી જોને નજર આઘે રહે,
ધોમ ધખતા તાપમાં જેવા મળે.
છે ખુવારીમાં હયાતી આપણી,
ને પછી વાકેફ છે તેવા મળે.
-કાંતિ વાછાણી
No comments:
Post a Comment