30 July 2010

કાગળ છે.

એ આંખોમાં મહેકતી ઝાકળ છે
આ શાહી, કલમ ને કાગળ છે.

અરમાન કોઈ ફુટી કોડી નથી,
એ વિચારોની દોડ આગળ છે.

કોઈ ખુણો એવો શોધુ આજ કે
હું મારાંપણાની વાત પોકળ છે.

જીતવામાં હાર માને કે નહિ,
પછી શૂન્યતા માં આગળ છે.

એ પરપોટા ફુટી જાય ક્ષણમાં,
તોય વહાલુ લાગે એ ઝાકળ છે.

આ અક્ષરો વહેરાતા રેતીમાંને
આ શાહી, કલમ ને કાગળ છે.

-કાંતિ વાછાણી
૩૦-૭-૧૦

1 comment:

  1. એ પરપોટા ફુટી જાય ક્ષણમાં,
    તોય વહાલુ લાગે એ ઝાકળ છે... sundar rachna sir...!

    ReplyDelete