10 November 2009

તારલીયાની વાત

આકાશને અળગુ કરી કયા, જાય એ તારલીયાની વાત !
અંધારાને આડશમાં લઈ, પછી થાય એ શમણાની વાત.

આ અંબરના ઓઢાણામાં ચમકે
તિમિરના તેજ લિસોટા લઈ,
કોઈ નવલીના ઘુંઘટમાં મલકે
તમરાના શોર પલભર થઈ,
વગડા ને વાટ અંધારા પી, ને ચાલી એ શમણાની વાત !
આકાશને અળગુ કરી કયા, જાય એ તારલીયાની વાત !

આગિયા અંધારે અંતરમાં પલકે
પંખીઓ પોતાની પાંખમાં લઈ,
વાયરાએ વિંધાય કિરણ ઝળકે
ક્ષણના પડછાયા આંખમાં લઈ,
નિતદિન વાગોડુ અજવાળુ, થાય ફરી સહજતાની વાત !
આકાશને અળગુ કરી કયા, જાય એ તારલીયાની વાત !

-કાંતિ વાછાણી

1 comment:

  1. નિતદિન વાગોડુ અજવાળુ, થાય ફરી સહજતાની વાત !
    આકાશને અળગુ કરી કયા, જાય એ તારલીયાની વાત !
    good one...

    ReplyDelete