મિત્ર,
કુશળતા તારી ચાહતો, કુશળ છુ.
નેહનાં નિખાલસ ભાવે હંમેશા આત્મીયતા ઉભરાય
અને અમે કાંઈ મેળવ્યા નો આનંદ લઈ એજ.. મૈત્રી...
તારા મુખેથી બહાર આવતા શબ્દો ભલે સાવ સામાન્ય શબ્દો કેમ ન હોય, એમાં કોઈ પ્રભાવશાળી વ્યક્તિત્વ ના હોય તેજ સારું છે, પરંતુ એ સામાન્ય શબ્દો અસામાન્ય ચોક્કસ હોય શકે છે, જ્યારે શબ્દો અંતરનાં ઊંડાણમાંથી ઊંડે ઊંડે રહેલ મૌનમાંથી પ્રગટે છે ત્યારે એ શબ્દો પોતાની એક સુવાસ લઈને આવે છે, અને એ સુવાસ એક દિવ્ય હકારાત્મક સંચાર ઉત્પન્ન કરે છે, માણસે અંતે તો માણસ ની સાથે જ જીવવાનું હોય છે, માણસ માણસથી ભાગી શક્તો નથી, માણસની સમજ તેને બીજા માણસો કરતા નોખો અને ચોખ્ખો બનાવે છે.......
જેના પર પ્રેમ હોય તેનામાં જ - અને ફક્ત તેનામાં જ દિવ્યતાનો અનંતતાનો સાક્ષાત્કાર થઈ શકે....જીવનમાં અનંત, અસીમ, અવર્ણનીય, અક્ષર, અજીત, અમરપ્રેમ એવા પાર લૌકિક તત્વનો અનુભવ કરીએ તેનું નામ જ પ્રેમ હશે.....માનવીય પ્રેમ સંબંધોમાં પણ પરમાત્માનો અનુભવ થતો હોય છે, અનંત, અસીમ, અવર્ણનીય, અક્ષર, અજીત, અમરપ્રેમ જેવા શબ્દો બેફામ વપરાશને કારણે ઘસાઈને છોતરાં થઈ ગયા, જ્યાં ભાષાનો અનંત આવે અને શબ્દોની રમત પુરી થાય છે ત્યાંથી જ પ્રેમનો આરંભ થાય છે....
સમયની સતેહ હંમેશા સરકતી જાય અને જે કાંઈ યાદની ઓળખથી સ્નેહમાં કંડારીએ એટલે આનંદ..
પત્ર લખવાની આદત છુટી ગઈ છે, ફરી આજ આપના સથવારે પાંગરે અને મહેકતાં ફૂલો ની
જેમ તેનો મઘમઘાટ ગુંજે...
લી. આપનો આત્મીય મિત્ર
No comments:
Post a Comment