17 September 2009

સપના જોયા

કોરી આંખે વિખરાયેલા સપના જોયા,
પ્યાલીઓમાં બંધાયેલા સપના જોયા.

નાની સરખી કૈ વાતોમાં ઓજસ એવાં,
ખુલ્લી આંખોએ બાંધેલા સપના જોયા.

સ્મરણો ભીના પગરવ જોને આવે કેવાં,
પડછાયા નેણે ગુંથેલા સપના જોયા.

ભીંની યાદોથી હરખાતુ આ ચંચળ મન,
પડઘાતા શ્ર્વાસે સળગેલા સપના જોયા.

ઘેરી ઘેરી કોમળતાથી મુંઝવતા કૈ,
પ્રતિભાથી ખરડાયેલા સપના જોયા.

-કાંતિ વાછાણી

1 comment: