28 August 2009

સમયના હસ્તાક્ષર

કિનારા બનીને અમે દૂર હતા શું ?
સહારો હતો તોય એ દૂર હતા શું ?

મટી જાય છે કૈ હસ્તીઓ નજરથી,
સમયના હસ્તાક્ષર મળ્યે દૂર હતા શું ?

ક્ષણમાં સમેટાઇ હવાઓ અજબની,
અને આ વિશ્ર્વાસે અમે દૂર હતા શું ?

પ્રણયના પ્રવાહો વહે છે ગજબથી,
અને આ ગઝલ થી અમે દૂર હતા શું ?

કશું આવરણ છે તિમિર તેજ લઇને,
અને તરસવામાં, અમે દૂર હતા શું ?

કાંતિ વાછાણી

3 comments:

  1. વાહ.... સુંદર રચના

    ReplyDelete
  2. very nice Gazal.

    Sapana

    ReplyDelete
  3. કિનારા બનીને અમે દૂર હતા શું ?
    સહારો હતો તોય એ દૂર હતા શું?
    jakas keep it......
    shilpa

    ReplyDelete