13 August 2009

અજાણે નડે

સજાવટ સરકતી હવે આંખમાંથી,
બનાવટ ઇરાદા ભલે આંખમાંથી.

પ્રતીક્ષા મહેકાવતી વેદનાથી
કટારી સળગતી મળે આંખમાંથી.

કબુલાત હોવા ન હોવા છતાએ,
મનોમન ઇજારા હશે આંખમાંથી.

ચહેરા મળે ભાવવિભોર કેવા,
મધુરા ઇશારા થશે આંખમાંથી.

ટપકશે અચાનક વ્યથા લાગણીમાં,
ભલામણ ઇરાદા હશે આંખમાંથી.

મથામણ સમેટાઇ ભીની નજરથી,
સબંધો અજાણે નડે આંખમાંથી.

કાંતિ વાછાણી

2 comments:

  1. મથામણ સમેટાઇ ભીની નજરથી,
    સબંધો અજાણે નડે આંખમાંથી....wow

    very nice

    Sapana

    ReplyDelete
  2. ટપકશે અચાનક વ્યથા લાગણીમાં,
    ભલામણ ઇરાદા હશે આંખમાંથી.

    મથામણ સમેટાઇ ભીની નજરથી,
    સબંધો અજાણે નડે આંખમાંથી.
    nice one
    bhu j saras.......keep it.

    ReplyDelete