28 August 2009

સમયના હસ્તાક્ષર

કિનારા બનીને અમે દૂર હતા શું ?
સહારો હતો તોય એ દૂર હતા શું ?

મટી જાય છે કૈ હસ્તીઓ નજરથી,
સમયના હસ્તાક્ષર મળ્યે દૂર હતા શું ?

ક્ષણમાં સમેટાઇ હવાઓ અજબની,
અને આ વિશ્ર્વાસે અમે દૂર હતા શું ?

પ્રણયના પ્રવાહો વહે છે ગજબથી,
અને આ ગઝલ થી અમે દૂર હતા શું ?

કશું આવરણ છે તિમિર તેજ લઇને,
અને તરસવામાં, અમે દૂર હતા શું ?

કાંતિ વાછાણી

26 August 2009

वक़्त

कैसी ये नाराजगी हमें आबाद दुर करें
कोई ये समजे हकीकत बयां और करें.

तन्हाई ये तेरा ख्याल लेकर समजे क्या ?
कोई वफा से ये हमसफर मजबुर करें.

कोई शिकायत न होगी दिल रुठने की
पुरे जख्मो भरने का क्यौ इंन्तेजार करें.

वक़्त हर फासला अपनो से क्यौ है आज
कोई दर्द अपना बैगाना समजकर करें.

रुके कदम कोई दिशाएं छोड चले थे हम
मंजिले तलाश की ख्वाईश वक़्त हर करें.

कांति वाछाणी
२६-०८-०९

25 August 2009

વિચારોની આંધી

વિચારોની આંધી સામે પરથમ આવે,
સંવાદોની ગાથા નામે પડઘમ આવે.

કૈ વણઝારો સંતાપે ફોગટ વારાફરતી,
એવા વાંધા નામે કસબી પરથમ આવે.

ખામોશી સાચે સળવળતી દ્વિધા જોતી,
અણધાર્યા આવેગો પણ લૈ આતમ આવે.

કૈ વિષયોના સંદેશા મળતા અપવાદી,
સંવાદી થઇને કલ્પનાઓ પરથમ આવે.

કૈ આઘાતો સુવાસિત જખમોથી ટાળી,
સંબંધો જીવે છે એ વાચા કાયમ આવે.

કાંતિ વાછાણી

24 August 2009

સમયની લહેરો

સમયની લહેરો સરકતી જણાશે,
અને સૌ બહારો સરકતી જણાશે.

અચાનક સવાલો વછુટે પહેલાં,
અને સૌ પ્રહારો વકરતી જણાશે.

અજાણ્યા ચહેરા મળે છે પહેલાં,
અને સૌ નિશાની ખટકતી જણાશે.

પ્રભાતે પહેલી કિરણથી પહેલાં
અને સૌ સરહદો છલકતી જણાશે.

દિવસભર કસોટી સળગતી પહેલાં
અને સૌ વ્યથાઓ પ્રગટતી જણાશે.

મળી છે નિરાશા સફળતા પહેલાં
અને સૌ શરૂઆત બગડતી જણાશે.

કાંતિ વાછાણી અને જીગ્નેશ

13 August 2009

અજાણે નડે

સજાવટ સરકતી હવે આંખમાંથી,
બનાવટ ઇરાદા ભલે આંખમાંથી.

પ્રતીક્ષા મહેકાવતી વેદનાથી
કટારી સળગતી મળે આંખમાંથી.

કબુલાત હોવા ન હોવા છતાએ,
મનોમન ઇજારા હશે આંખમાંથી.

ચહેરા મળે ભાવવિભોર કેવા,
મધુરા ઇશારા થશે આંખમાંથી.

ટપકશે અચાનક વ્યથા લાગણીમાં,
ભલામણ ઇરાદા હશે આંખમાંથી.

મથામણ સમેટાઇ ભીની નજરથી,
સબંધો અજાણે નડે આંખમાંથી.

કાંતિ વાછાણી

12 August 2009

કોરા સ્મરણોમાં

કોઇ ઉડ્યા
પળના પંખીઓ
આકાશે
અચાનક ક્યાંક
લાગણીઓ
વિંધાય
જાણે
કોરા સ્મરણોમાં.......

કાંતિ વાછાણી

અતૃપ્ત વાચા

લાવ પરબીડીયામાં કોઇ
મિજાજ મુકું
કે એને થયેલી કલમની
વેદના
તારા હાથના સ્પર્શે
અતૃપ્ત વાચા
ફૂટે.......

કાંતિ વાછાણી

સંવેદના વછુટી

દિશાઓ સંકોચાય
આસમાનના આવરણ તળે
એજ સમે
કવેળાથી
લાગણીનું કોચલુ તોડી ને
સંવેદના વછુટી......

કાંતિ વાછાણી

09 August 2009

નામની છે સફળતા

લાગણી શૂન્યતાઓ બધી આજની,
વાંઝણી માન્યતાઓ બધી આજની.

લો સળગતા વિષય ઉમટ્યાં આંખમાં
પાંગળી છે સરળતા બધી આજની.

વિંટળાતો હરખ જઈ અડે આભને,
આંધળી શક્યતાઓ બધી આજની.

કોઇ નિશાન તાકે પલક વારમાં,
બેશરમ સરહદો છે બધી આજની.

ગુંચવાળો થશે પ્રેમનાં નામથી,
નામની છે સફળતા બધી આજની.

-કાંતિ વાછાણી