25 July 2009

સુરાલય

સમી સાંજ ઢળતી પણ સુરાલયમાં આજે,
સવાલો સળગતા પણ સુરાલયમાં આજે.

અમોઘ શસ્ત્ર જાણે ગમ ભુલવાને મલ્યુ કોઇ,
લળથળે કદમ થંભ્યા પણ સુરાલયમાં આજે.

વલોપાત ઉશ્કેરતો સાકીને નિજ દ્વાર જોઇ,
પાત્રતા નથી પીવાને પણ સુરાલયમાં આજે.

વિષાદ જો સમજાય યાદનાં મહોરાને કોઇ,
તો ના પીવુ ઘટે જામ પણ સુરાલયમાં આજે.

સ્વમાન સરકતુ કારણ વગર આઘાતને કોઇ,
વફા વિંધાય અકારણ પણ સુરાલયમાં આજે.

કાંતિ વાછાણી

2 comments:

  1. સ્વમાન સરકતુ કારણ વગર આઘાતને કોઇ,
    વફા વિંધાય અકારણ પણ સુરાલયમાં આજ.

    woooow.... keep it
    new thim che...
    2 line post karu chu
    બસ આજે તો ગમ ઠોળી આવવા છે.
    ને ખુશી પીવી છે કોઈ સુરાલયમાં..
    rankar....http://shil1410.blogspot.com




    shilpa prajapati..

    ReplyDelete
  2. Nice gazal Kantibhai,

    Vishad valo she'r khub gamyo.

    Sapana

    ReplyDelete