મિલન મલકાતુ હોય છે અજબનું તારુ,
કોઈ ક્ષણ તરસતુ હોય છે ગજબનું તારુ.
ભરપુર વેતરાય છે કૈ લાગણીઓ દંભમાં,
કોઈ ભીતરમાં ભીસાય છે ગજબનું તારુ.
વેદના છલકાય છે આભાસી ઓજસમાં,
તે ક્ષણમાં લાચાર મૌન છે ગજબનું તારુ.
પ્રતીક્ષાઓ તીવ્ર બનીને વેરાય ક્ષણમાં,
આસમાનમાં આવરણ છે ગજબનું તારુ.
શૂન્યતાઓ ઓલવાઇને વહે છે વાતોમાં,
ચિનગારીમાં તેજ જોઈએ છે ગજબનું તારુ.
કાંતિ વાછાણી
Very Good, Nice !!
ReplyDeleteKeep it...Write it
સરળ અને સરસ !!
લખતાં રહેજો !!
મારું એક આવું જ કાવ્ય જે તમને જરૂરથી ગમશે વાંચોઃ
http://kalamprasadi.wordpress.com
- પ્રવિણ કે.શ્રીમાળી
http://pravinshrimali.wordpress.com
http://kalamprasadi.wordpress.com
ભરપુર વેતરાય છે કૈ લાગણીઓ દંભમાં,
ReplyDeleteકોઈ ભીતરમાં ભીસાય છે ગજબનું તારુ.
વાહ ખુબ સરસ .....
આજે આપનો બ્લોગ જોયો કાવ્યો વાંચવાની ખુબ મઝા આવી
સુંદર રચના ઓ ...
-શ્યામ શૂન્યમનસ્ક
nice gazal!
ReplyDeleteSapana
વેદના છલકાય છે આભાસી ઓજસમાં,
ReplyDeleteતે ક્ષણમાં લાચાર મૌન છે ગજબનું તારુ.
પ્રતીક્ષાઓ તીવ્ર બનીને વેરાય ક્ષણમાં,
આસમાનમાં આવરણ છે ગજબનું તારુ.
શૂન્યતાઓ ઓલવાઇને વહે છે વાતોમાં,
ચિનગારીમાં તેજ જોઈએ છે ગજબનું તારુ.
wow very nice keep it...