30 May 2011

વ્યથા

ગામને પાદર ગોકીરો થયો,
કોઈ બોલ્યુ લ્યો ફરી
પાછો એક તારો ખર્યો,
વિધિના વાંકે તું દંડાયો,
ટોડલે મુકેલ દિવો બુજાયો,
ઉજળી આંખે અંધાપો છલકાયો,
મારે આજ વિસામો ભૂસાયો...
ગામને પાદર ગોકીરો થયો....

કાંતિ વાછાણી

1 comment:

 1. પ્રિય શ્રીકાન્તિભાઈ,

  અતિ સુંદર રચના.
  ગહન વ્યથા દિલને સ્પર્શી ગઈ.

  કોઈ બોલ્યુ લ્યો ફરી
  પાછો એક તારો ખર્યો,

  અભિનંદન.

  ReplyDelete