આંખોમાં આવી ઠંડક આપે એ ગરમાળો,
ઉપવનને આંજી ધખતો રાખે એ ગરમાળો.
તડકો જાણે થીજી ગ્યો એની જાતે દોસ્તો,
દિલને પ્રજાળી પડઘા પાડે એ ગરમાળો.
ભીનાશે યાદોમાં ટહુકાઓ છલકાશે કૈ,
લ્યો અણધાર્યા સ્મરણ લાવે એ ગરમાળો
સૂના રસ્તે વેરાયો કોનો સ્પર્શ ઉજળો,
આજે મોસમ ને લલકારે એ ગરમાળો.
જીવે છે આ ક્ષણ માણી લેવા ને ખુશ્બૂ
તોયે મૃગજળના મોજા લાવે એ ગરમાળો.
-કાંતિ વાછાણી
તા.૨૨-૦૫-૨૦૧૧
ભીનાશે યાદોમાં ટહુકાઓ છલકાશે કૈ,
ReplyDeleteલ્યો અણધાર્યા સ્મરણ લાવે એ ગરમાળો
સૂના રસ્તે વેરાયો કોનો સ્પર્શ ઉજળો,
આજે મોસમ ને લલકારે એ ગરમાળો
just awesome