15 October 2009

વહેતા એ સપના

આંસુઓની ખારાશમાં વહેતા સપના
મે પણ જોયા દુઃખમાં વહેતા સપના

સુખમાં પહેલા મળે અજાણ થઈને
પછી કૈ સંતાપથી વહેતા સપના

શરૂઆત હશે માન્યુ, કે હકીકત લઈને,
આમ ઝરણાની જેમ વહેતા સપના.

કોઇ રસ્તે મળ્યા જાણે રાહદારી બનીને
લૈ આવે ફરી સુખના વહેતા સપના.

રોમરોમ બદલાશે વિચારોની આપ લે,
લીલાછમ મૃગજળના વહેતા સપના.

કાંતિ વાછાણી અને જિગ્નેશ.
(ઓર્કુટ મિત્ર એમ. કે.ની પ્રેરણાથી)

1 comment:

  1. આંસુઓની ખારાશમાં વહેતા એ સપના
    મે પણ જોયા દુઃખમાં વહેતા એ સપના
    nice one.
    sapn jovani chut hoi 6.
    bus sarat etli ke pura thavni asha na rakho.
    shilpa keep it........

    ReplyDelete