19 March 2010

હવે વાતને

છે ભરોસો નજરમાં ભલે વાતને,
તો પછી કેમ સંતાપ એ વાતને.

આ ક્ષણોના ઉધામા અચાનક બને,
એ વિચારો મળે તૂટતા એ વાતને.

ભરમથી આવશે યાદમાં અંશ એ,
તોય દિલમાં દર્દ મળે એ વાતને.

છે અટારી અનુભવની અજાણે તને
આ મને કોઇ મહેફિલ દે એ વાતને.

આ અટપટી ઉદાસી જશે આંખને
આટલો તો વિષાદ એ હવે વાતને.

-કાંતિ વાછાણી

3 comments:

  1. વાહ ! કાંતિભાઈ

    ખુબ જ સરસ રચના

    ReplyDelete
  2. છે ભરોસો નજરમાં ભલે વાતને,
    તો પછી કેમ સંતાપ એ વાતને...
    saras sir..ha jyaa bahro so hoy tyaa santap rahi j na shake... :)

    ReplyDelete
  3. khubaj majani kruti.............

    ReplyDelete