લખી દીધા અમારે નામ ટહુકા મોસમના,
અને કેવા થયા બદનામ ટહુકા મોસમના.
અનેરી મોજ માણી છે સવારે ફૂલોએ,
પતંગીયા લખે છે આમ ટહુકા મોસમના.
દિશાઓ નૂર બદલે તે પહેલા શબ્દો ઝૂરે,
પછી ઝાકળ બને છે જામ ટહુકા મોસમના.
ઘણાયે કારણો જોવા મળે છે જેના ખોળે,
અનિલ આંખે મળે છે આમ ટહુકા મોસમના.
ધરાને ક્યાં મળે શ્યામલ છવાયેલી આભા,
ગમે છે તોય એનું નામ ટહુકા મોસમના.
- કાંતિ વાછાણી