15 July 2011

નજરથી

[વસંતતિલકા]
જોયા હશે નજરથી છલકાય લેવા,
ને આંખથી સહજમાં મલકાય એવા;
હા એજ તો સમયના સ્મરણે ચડેલા,
કેવા પ્રિયે સરળ તોય જુદા પડેલા.

થાશે મનોમન તલાશ ભલે અમારી,
ત્યાં લાગણી અવ મુખે ઉચ્ચરે વાણી;
ધીમા કસૂંબલ નશા ન ઉરે ચડેલા,
કેવા પ્રિયે અમ પંખી સપને જડેલા.

આઠે પહોર અજવાશ ભરી અજાણે,
તેવે સમે નયન શોભિત થૈ પિછાણે;
તે યાદના કરજમાં ન સંધાય મારે,
એ આખરે ગગનમાંય ખુલા પડેલા.

નોખું થશે નભ નિખાર રંગાઇ જાણે,
એવા સમે નવ ધરે મુજ વેણ ભારે.

-કાંતિ વાછાણી
૩-૦૭-૨૦૧૧